________________
૨૮૪
મેક્ષ માર્ગ નથી, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્રને શ્રી જિક ભગવાને મેક્ષમાર્ગ ક્વો છે. તેથી ગૃહસ્થ અને સાધુઓ ગ્રહણ કરેલ વેષનું મમત્વ છોડી પોતાના આત્માને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની એકતારૂપ મેક્ષમાર્ગમાં થાપન કરો. આ સ્વાનુભવરૂપ મેક્ષમાર્ગમાં પોતાને રાખ, તેનું મનન કર, તેનું ધ્યાન કર અને તેમા જ રમણતા કર. પિતાના આત્મા સિવાયનાં બીજા દિવ્યાની ચિંતામાં લીન ન થા.
(૨) શ્રી કુંદકુ દાચાર્યના પંચાસ્તિકાયમાથી :सम्मत्तणाणजुत्तं चारित्तं रागदोसपरिहीणं । मोक्खस्स हवदि मागो भन्याणं लद्धबुद्धीणं ।। १०६ ॥ जस्स ण विजदि रागो दोसो मोहो व जोगपरिकम्मो । तस्स सुहासुहडहणो झाणमओ जायए अगणी ॥ १४६ ।।
આત્મજ્ઞાની (આત્મબુદ્ધિ પ્રાપ્ત) ભવ્ય જીવોને માટે રાગથી રહિત, સમ્યગ્દર્શન અને જ્ઞાનથી યુક્ત ચારિત્ર જ મેક્ષમાર્ગ છે.
જેના ભાવમાં રાગદ્વેષ અને મેહનુ વિદ્યમાનપણું નથી, મન, વચન અને કાયાની ક્રિયાઓ નથી, તેના ભાવમાં શુભ તથા અશુભ ભાવને દહન કરનાર સ્વાત્માનુભવરૂપી ધ્યાનમય અત્રિ ઉત્પન થઈ જાય છે, પ્રગટે છે. दसणणाणसमग्गं झाणं णो अण्गदव्वसंजुत्तं । जादि णिज्जरहेदू सभावसहिदस साधुस्स ॥ १५२ ॥
જે સાધુ પિતાના આત્માના સ્વભાવને જાણે છે તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહિત આત્મરણતારૂપ ધ્યાન કે જેમાં આત્મા સિવાયના અન્ય દ્રવ્યને સંયોગ નથી તે ધ્યાન પ્રાપ્ત હોય છે. જે ધ્યાન કર્મોનાં ક્ષયનું કારણ હોય છે.
जो सव्वसंगमुको णण्णमणो अप्पणं सहावेण । जाणदि पस्सदि णियद सो सगचरियं चरदि जीवो ॥ १५८॥