________________
૨૮૭
"છે, દર્શનમય છે, પેાતાના અતીન્દ્રિય સ્વભાવથી એક મહાન પદા છે, પેાતાના સ્વરૂપમાં નિશ્ચળ છે તથા પરના આલંબનથી રહિત છે— સ્વાધીન છે. આ ભાવના આત્માનુભવને જાગૃત કરે છે.
जो खविमोहकलुसो विसयविरत्तो मणो णिरुभित्ता । समवद्विदो सहाबे सो अप्पाणं हवदि झादा ।। १०४-२ ॥
જે મેાહના મેલને ક્ષય કરી, ઇંદ્રિયાના વિષયેાથી વિરક્ત થઈ તથા મનને મુકી પેાતાના શુદ્ધ આત્મસ્વભાવમાં સમ્યક્ પ્રકારે સ્થિત થાય છે તે આત્મધ્યાની છે.
परमाणुपमाणं वा मुच्छा देहादिसु जस्स पुणो । विज्जदि जदि सो सिद्धि ण हदि सव्वागमधरो वि ।। ३९-३ ॥
જેને દેહાર્દિ પર પરમાણુ માત્ર પણ મૂર્છા-મમતા છે તે સ શાસ્ત્રને જાણવા છતાં પણ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતા નથી.
सम्मं विदिपदत्था चत्ता उवहिं बहित्थमज्झत्थं । विसयेसु णावसत्ता जे ते सुद्ध ति णिहिट्ठा || ९९ - ३ ||
सुद्धस्स य सामण्णं भणियं सुद्धस्स दंसणं णाणं । सुद्धस्स य णिव्वाणं सोच्चिय सिद्धो णमो तस्स ॥ ७४-३ ॥
જે સમ્યક્ પ્રકારે વાદિ પદાર્દને જાણે છે, હિરગ અને અંતર ગ પરિગ્રહને ત્યાગ કરે છે અને પાંચે ક્રિયાના વિષયામાં આસક્ત થતા નથી તે જીવને શુદ્ધ માક્ષમાગી કહ્યો છે. જે પરમ વીતરાગ ભાવને પ્રાપ્ત મેક્ષના સાધક પરમ યાગીશ્વર છે તેને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ ત્રણની એકતારૂપ સાક્ષાત્ માક્ષમાગ રૂપ શ્રમણુપદ કહ્યુ છે. તે શુદ્દોપયાગીને અનંત દર્શાન અને અનંત જ્ઞાન પ્રગટ હેાય છે, તેને જ નિર્વાણ પ્રાપ્ત હોય છે, તે જ સિદ્ધ છે તેને વારંવાર નમસ્કાર હે !