________________
૨૦
જેનું ચિત્ત વિષયથી વિરકત છે, જેનું સમ્યક્ત શુદ્ધ છે, જેના ચરિત્ર પરિણામ દઢ છે અને આત્માને ધ્યાવે છે તેને નિશ્ચયથી નિર્વાણ પ્રાપ્ત હેય છે. णिच्छयणयस्स एव अप्पा अप्पम्मि अपणे सुरदो। सो होदि हु मुचरित्तो जोई सो लहइ णिब्याणं ॥ ८३ ॥
નિશ્ચયનયની અપેક્ષાએ જે આત્મા આત્મામાં જ આત્મા માટે જ સમ્યફ પ્રકારે લીન થાય છે તે પ્રાપાચરણરૂપી ચારિત્રનું પાલન કરતાં ર્વાિણને પામે છે.
वेरग्गपरो साहू परदवपरन्मुहो य जो होदि । संसारमुहविरत्तो सगसुद्धमुहमु अणुरत्तो ॥ ११ ॥ गुणगणविहूसियंनो हयोपादेवणिच्छिओ साहू । झाणझयणे मुरदो सो पावइ उत्तम ठाणं ॥ १०२ ॥
જે સાધુ વૈરાગ્યવાન છે, પરવ્યાથી પરાગમુખ છે, સંસારના ક્ષણિક સુખથી હિરા છે, આત્માના સહજ શુદ્ધ સુખમાં અનુરા છે, ગુણોના સમૂહથી વિભૂષિત છે, ગ્રહણ કરવા યોગ્ય અને ત્યાગવા ચોગ્યના નિશ્ચય જ્ઞાનદંત છે, ધ્યાન અને આગમના અધ્યયન-સ્થાધ્યાયમાં લીન રહે છે તે ઉત્તમ સ્થાન મેક્ષને પામે છે. • () શ્રી હરિસ્વામીકૃત મૂલાચારની કાદશાનુપ્રેક્ષામાંથી –
जह धादू धनंतो मुझदि सो अग्गिणा दु संतत्तो । तवसा तहा विमुझदि जीवो कन्मे हि कणयं च ॥ ५६ ॥
જેમ સુવર્ણ ધાતુ અગ્નિથી તપાવ્યાથી મલ રહિત શુદ્ધ સુવર્ણ રૂપ પરિણત થઈ જાય છે તેમ આ જીવ તારૂપી અગ્નિથી કર્મસંલથી રહિત થઈ જાય છે. • णाणवरमारदजुदो सीलबरसमाधिसंजमुन्नलिहो । दहइ तवो भवर्वाज तणकट्ठादी जहा अग्गी ॥ ५७ ।।
જેમ અગ્નિ છે અને કષ્ટ આદિને બાળી દે છે તેમ આત્માધ્યાનરૂપી અગ્નિ ઉત્તમ આત્મજ્ઞાનરૂપી પવનથી વર્ધમાન થતી અને