________________
ઘરમાં જ નથી. જે તે બારણામાંથી બહાર જવાનું બંધ કરી દે અને અંદર જુએ તો તેને તેના ઘરનું દર્શન થઈ જાય. પાંચ ઇકિયા અને મન એ છ બારણાં છે, તે દ્વારા એ જીવ બહાર જ જોયા કરે છે. રાતદિવસ તે ઇંદ્ધિ અને મનના વિષયમાં જ ઉપયોગને રમણ કરાવે છે. તેથી જીવને પોતાના આત્મસ્વરૂપનું દર્શન થતું નથી. જે. એક ક્ષણ માત્ર પણ તે ઇકિયાદિથી ઉપયોગ પાછો વાળી પિતાના અંતરમાં જુએ તે પિતાના આત્માના દર્શન થઈ શકે છે.
જેનું ધ્યાન કરવું છે તે પોતે જ છે, કેઈ અન્ય પદાર્થ નથીઆત્મા સિવાયના જે જે અન્ય પદાર્થ છે, ભાવ છે, પર્યાા છે તે પ્રત્યેથી ઉપયોગ જ્યારે પાછો વળશે ત્યારે જ આત્માને અનુભવ થઈ શકશે–થઈ જશે. સત્ય જ્ઞાનને સત્ય વૈરાગ્ય જ આત્મધ્યાનનાં સાધન છે.
આત્મા સ્વભાવે શુદ્ધ છે, વિભાવથી અશુદ્ધ છે એમ જાણવું એ સત્ય જ્ઞાન છે. મારા આત્માને આત્મા સિવાયના અન્ય કોઈ પણ પદાર્થ હિતકારી નથી; આત્મામાં જ આત્માની અતૂટ, અટલ અને ધુવ સંપત્તિ છે તેથી અન્ય કોઈ પદાર્થ પ્રતિ રાગ કરવાની જરૂર નથી એવી અનાસક્ત બુદ્ધિ થવી-રાગ રહિત થવું એ સાચે. વૈરાગ્ય છે. પિતાના આત્માને બે અપેક્ષાથી જાણ જોઈએ-એક નિશ્ચય નય, બીજે વ્યવહાર નય. જે દૃષ્ટિથી પદાર્થને મૂળ શુદ્ધ એક સ્વભાવ જોવામાં આવે છે, તે દષ્ટિ, અપેક્ષા, નય (Pointof view)ને નિશ્ચય નય કહે છે. જે દૃષ્ટિથી પદાર્થનું ભેદરૂપ સ્વરૂપ અને અશુદ્ધ સ્વભાવ જોવામાં આવે છે તે દષ્ટિ, અપેક્ષા, નયને વ્યવહાર નય કહે છે. અશુદ્ધ વસ્તુને શુદ્ધ કરવાને એ ઉપાય છે કે તે વસ્તુને નિશ્ચય નય અને વ્યવહાર નય બને અપેક્ષાઓથી યથાર્થ રીતે જાણવી.
આપણી પાસે એક મેલું કપડું છે. જ્યાં સુધી તેને નિશ્ચય નય’ તથા વ્યવહાર નય બનેથી ન જાણવામાં આવે ત્યાં સુધી સ્વચ્છ