________________
. ૨૭૦
ધ્યાન ન રાખે, એક ચિત્ત થઈ કપડાને બળપૂર્વક ધસે નહિ તે ક્યારે પણ કપડાને મેલ દૂર થશે નહિ અને કપડુ પણ સ્વચ્છ થશે નહિ. એવી રીતે ક્રાઈ સાચા જ્ઞાન અને વૈરાગ્યયુક્ત હેાવા છતાં વ્યવહાર ચારિત્રના મસાલા લઈને જો આત્માને શુદ્ધ કરવા ઇચ્છે, જપ, તપ કરે, સયમ પાળે પરંતુ ઉપયેગ એકાગ્ર ન કરે, આત્મામાં ધ્યાન ન લગાડે, આત્માનુભવ ન કરે તા કદાપિ આત્મા શુદ્ધ થશે નહિ.
આત્માને શુદ્ધ કરવાના અને સહજસુખ પ્રાપ્ત કરવાના ઉપાય એક માત્ર આત્મધ્યાન છે. જે ઉપાય સહજસુખ પ્રાપ્તિને છે તે જ ઉપાય આત્માને વળગેલા મેલ કાઢવાના છે. આત્માને રાગ દ્વેષ અને માહ ભાવાથી ના મેલના સચાગ હોય છે, અને વીતરાગ ભાવેાથી તે કમલ દૂર થાય છે, આત્મા કમલથી રહિત થાય છે. જેમ જેમ આત્મધ્યાન કરવામાં આવે છે, સત્ય જ્ઞાન અને સત્ય વૈરાગ્ય શુદ્ધાત્માના સ્વભાવમાં એકરૂપ લીનતા પામે છે તેમ તેમ વીતરાગતાના અંશ વમાન થતા જાય છે. આ જ ધ્યાનની અગ્નિ કમળને બાળી ભસ્મ કરે છે.
'
જે આત્મધ્યાનથી સહજસુખને સ્વાદ આવે છે તે જ આત્મધ્યાનથી આત્માના ક્રમ મેલ કપાય છે. એ જ આત્મધ્યાનથી આત્મવીય અધિક અધિક પ્રગટ હેાય છે. જેટલા જેટલેા અતરાય ક'ના મેલ આછે થાય છે તેટલું તેટલુ આત્મવીય (soul force) વધતું જાય છે. આત્મધ્યાનથી એક ખીજો આંતરિક ગુણ પ્રગટ થઈ જાય છે; તે ધૈર્ય (firmness સ્થિરતા) છે. ધૈય. એટલુ બધુ વધી જાય છે કે અચાનક સટા અને આપત્તિએ આવી પડવાથી પણ તે આકુલિત થતા નથી, તેને ક્રર્માના ઉદ્ભય માની સંતેષી રહે છે, અને આત્માને અવિનાશી અને અજરામર માને છે, સાંસા રિક આપત્તિઓથી આત્માનું કઈ પણ બગડતુ નથી એમ સમજે છે. મેાટા મેટા ઉપસ આવવા છતાં તે મેરુ પર્યંત સમાન અચળ રહે છે.