________________
ર૭૩:
આત્મધ્યાન કરી આત્માના આનંદામૃત રસને સ્વાદ લે છે. આ ઘેર આપત્તિમય સંસારમાં રહેવા છતાં તે એક આત્માનંદને જ પ્રેમી બની જાય છે.
જે નિમિતોથી ધ્યાન થઈ શકે તે નિમિતોને તે અવશ્ય મેળવે છે. ધ્યાન કરનારે સમય, સ્થાન, મનશુદ્ધિ, કાયશુદ્ધિ, બેસવાનું આસન અને યોગાસનને ચગ્ય ઉપાય કરવો જોઈએ તથા તે વિધિનું સેવન કરવું જોઈએ કે જેથી ધ્યાન થઈ શકે ( ૧. દયાન કરવાનો સમય -અત્યંત પ્રાતઃકાળ સૂર્યોદયના પહેલાંથી સૂર્યોદયની પછી સુધીની છ છ ઘડી, ચાર ચાર ઘડી, બે બે ઘડીને છે. તે ઉત્તમ, મધ્યમ, જઘન્ય છે. અભ્યાસ કરનાર બને તેટલે વધારે સમય ધ્યાન કરી શકે તો ઠીક છે. જે બે ઘડી ધ્યાન કરવું હોય તે એક ઘડી સૂર્યોદયના પહેલાંથી લઈ એક ઘડી સૂર્યોદય પછી સુધી કરે. એ પ્રકારે મધ્યમ અને ઉત્તમ કરે. બપોરનો સમય અને સાંજને સમય મળીને ત્રણ વખત ત્રણ કાળ છે. મધ્યરાત્રીએ પણ એ પ્રમાણે ધ્યાન કરી શકાય છે. તે સિવાય જે સમયે મન ચેટે તે સમયે પણ ધ્યાન કરી શકાય છે. સર્વથી ઉત્તમ સમય પ્રાતઃકાળને છે. તે તદ્દન શાંત હેાય છે, વાતાવરણ શીતળ અને સુંદર હેવાથી અનુકૂળ હેાય છે.
૨. સ્થાન:-ધ્યાનને માટે સ્થાન પવિત્ર, શાંત અને ભ રહિત જોઈએ. જ્યાં સ્ત્રીઓના કે બાળકોના શબ્દ-ઘાટન સભલાય, પુરુષેની વાતો પણ શ્રવણે ના પડે; હવા અનુકૂળ હોય, બહુ ગરમી ના હોય કે બહુ ઠંડી ના હેય; જેટલું એકાંત હશે એટલું વધારે સારું ધ્યાન થઈ શકશે. પર્વતનું શિખર, પર્વતની ગુફા, વન, ઉપવન, નદી, સમુદ્ર તટ, નગર બહાર ઉદ્યાન કે ધર્મશાળા, શ્રી જિનમંદિરનું એકાંત સ્થાન, ધર્મશાળા કે ઉપાશ્રયનું એકાંત સ્થાન કે પિતાના ઘરનું એકાંત સ્થાન કે જ્યાં નિરકુળતા રહે એવું સ્થાન ધ્યાનને માટે શોધી લેવું જોઈએ,