________________
૨૭૫
છે અને બહુ ઉપયોગી છે. આસન લગાવવાથી શરીર સ્થિર રહે છે. શરીરની સ્થિરતાથી શ્વાસોચ્છવાસ સમપણે ચાલે છે, અને મન નિશ્ચળ રહી શકે છે. પલાંઠીવાળી એવી રીતે બેસવું કે બંને પગ જા ઉપર રહે. બે હાથની હથેળીઓ એક એકની ઉપર રાખવી, મસ્તક સીધું અને છાતી સીધી ટટાર રાખી એવી રીતે બેસવું કે દષ્ટિ નાસિકાના અગ્ર ભાગે સ્થિર રહે તે પદ્માસન છે. એક પગ જા ઘ ઉપર રાખી બીજો પગ જાંધ નીચે રાખો અને બીજું પદ્માસન સમાન કરવું તે અર્ધપદ્માસન છે, ઊભા રહી, બને પગ વચ્ચે આગળથી ચાર આગળ છેટું રાખી; બંને હાથ લટકતા રાખી ધ્યાન મગ્ન થવું તે કાત્સર્ગ છે. જે આસનથી ધ્યાન સ્થિર થઈ શકે તે આસનથી બેસી શકાય છે. ધ્યાન માટે બીજા વીરાસન, મયૂરાસનાદિ ઘણું આસન છે.
૮. ધ્યાન વિધિ –(૧) બહુ સરસ ને સીધી રીત એ છે કે પોતાના શરીરમાં વ્યાપેલ આત્માને શુદ્ધ જળની સમાન નિર્મળતાથી પૂર્ણ વિચારો અને મનને તે જળ સમાન નિર્મળ આત્મામાં મગ્ન રાખવું, જ્યારે મન મગ્ન ન રહી શકે, ત્યારે અહ, સહ, સિદ્ધ, અરહંત સિદ્ધ, આદિ મંત્રોચ્ચાર કરી અને પુનઃ મનને આત્મામાં મગ્ન કરવું. આ પ્રમાણે વારંવાર કરવું. અવારનવાર આત્માના સ્વભાવને પણ વિચાર કરો કે આ આત્મા પરમ શુદ્ધ જ્ઞાનાનંદમય છે.
(૨) બીજી વિધિ એ છે કે પિતાના આત્માને શરીર પ્રમાણ આકારવાળે, ફટિક મણિની મૂર્તિ સમાન નિર્મળ વિચારી તેના દર્શનમાં લય થઈ જવું. જ્યારે મન હઠી જાય ત્યારે મંત્રોચ્ચાર કરવો અને અવારનવાર-વખતે વખત આત્માને સ્વભાવ વિચારતા રહેવું,
(૩) ત્રીજી વિધિ એ છે કે પિસ્થ દયાન ધરવું કરવું. એની પાંચ ધારણાઓને ક્રમપૂર્વક અભ્યાસ કરી આત્માના ધ્યાન સુધી પહોંચી જવું. પાંચ ધારણાઓનું સ્વરૂપ –