________________
૨૭૬
• ' (અ) પાર્થિવી ધારણા: આ મધ્યલકને ત, નિર્મળ ક્ષીર સમુદ્રમય ચિતવન કરો. તેની મધ્યમાં તપાવેલા સુવર્ણના રંગ જેવું, એક હજાર પત્રોવાળું, જંબુદીપ સમાન એક લાખ એજન વિશાળ કમળ વિચારવું. તેની મધ્યમાંની કણિકાને સુમેરુ પર્વત સમાન પીળા વર્ણની વિચારવી. તે પર્વત ઉપર સફેદ રંગનું ઊંચું સિંહાસન છે એમ વિચારવું. વળી ધ્યાન કરતાં તે સિંહાસન ઉપર પિતે પદ્માસને બેઠા છે એમ વિચારવું. તાત્પર્ય એ છે કે હું સર્વ કર્મ મળને બાળી આત્માને શુદ્ધ કરું એમ વિચારવું-ચિંતવન કરવું. એ પાર્થિવી ધારણા છે.
(અ) આગ્નેયી ધારણા:–એ સિહાસન ઉપર બેઠા બેઠા એમ વિચારવું કે મારા નાભિમંડળની અંદર એક સેળ પાદડીનું, પૂર્ણ વિકસિત, નિર્મળ, વેત કમળ-(ઊર્ધ્વમુખ) ઉપરની તરફ મુખવાળું છે. તે સેળ પાદડી ઉપર નીચેના સોળ અક્ષરે પીળા રંગના. લખેલા છે એમ વિચારવું.
અ, આ, ઈ, ઈ, ઉ, ઊ, ઝ, ઋ, લુ, છુ, એ ઐ, ઓ, ઔ, એ, અ..
તે કમળની વચમાં કર્ણિક ઉપર ચમકતા 35 અક્ષર વિચાર ૨. વળી આ નાભિકમળથી ઊંચે હૃદયમાં એક અધમુખ ઊંધું આક પાદડીનું કમળ વિચારવું. તેની પાંદડીઓ ઉપર જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનું સ્થાપન કરવાં. પછી વિચારવું કે નાભિ કમળની મધ્યમાં જે તે મંત્ર છે તેની રેફમાંથી ધૂમાડે નીકળે, પછી અગ્નિના તણખા ઉડ્યા, પછી જાળ નીકળી અને એ જાળ વધીને હદયના કમળને બાળવા લાગી. તે અગ્નિની શિખા મસ્તક ઉપર પણ આવી ગઈ અને શરીરની ચારે બાજુ તેની હદ ફેલાઈ ત્રિકોણાકાર બની ગઈ. ત્રણે બાજુઓ ૨ ૨ અગ્નિમય અક્ષરોથી વ્યાપેલ જુવે તથા ત્રણે ખૂણા આગળ એક એક અગ્નિમય સાથીઓ વિચાર વળી એવું