________________
૨૮૧
जीवो चरित्तदंसणणादि तं हि ससमयं जाणे । पुग्गल कम्मुवदेसट्ठियं च तं जाण परसमयं ॥ २ ॥
જ્યારે આ જીવ પેાતાના આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્દા, જ્ઞાન અને ચારિત્રની એકતારૂપ હેાય છે, સ્વાનુભવરૂપ હાય છે ત્યારે તેને સ્વસમય અર્થાત્ આત્મસ્થ જાણવે, જ્યારે પુદ્ગલકમ'ના ઉધ્યથી ચનારા રાગાદિ અને નર નારકાદિ પર્યાયામાં લીન રહે છે ત્યારે તેને પરસમય-આત્માથી બહાર–પરમાં રક્ત જાણુવા.
एयत्तणिछय गदो समओ, सव्वत्थ सुदरो लोगे । बंधका एयत्ते, तेण विसंवादिणी होदि || ३ ||
આ લેાકમા આ આત્મા પેાતાના એક શુદ્ધ સ્વભાવમાં સ્થિત થઈ સર્વત્ર સુદર ભાસે છે કારણકે એ પેાતાના સ્વભાવમાં છે. એવા સિદ્ધ સમાન શુદ્ધ સ્વભાવવાળા આત્મા હેાવા છતાં તેની સાથે ઢના બધ છે એવી વાત કરવી તે આત્માના સ્વરૂપની નિંદા છે.
णाझि भावणा खलु, कादव्वा दंसणे चरिते य । ते पुणु तिणि वि आदा, तम्हा कुण भावणं आहे ॥ ११ ॥
સમ્યગ્દર્શનમાં, સમ્વજ્ઞાનમાં અને સમ્યગ ચારિત્રમાં ભાવના કરવી જોઈએ. પરંતુ એ ત્રણે રત્નત્રય આત્માને જ સ્વભાવ છે. આત્મારૂપ જ છે. માટે એક આત્માની જ ભાવના કરી.
दंसणणाणचरिताणि, सेविदव्वाणि साहुणा णिचं । ताणि पुण जाण तिणिवि अप्पाणं चेत्र णिच्छयदो ॥ १९ ॥
સાધુ——સાધના કરનારે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સઙ્ગચારિત્રની સેવા નિત્ય કરવી જોઈએ. પરતુ નિશ્ચયથી એ ત્રણેય આત્મા જ છે, આત્માથી ભિન્ન નથી. માટે આત્માની ઉપાસના કરવી જોઈએ.
रत्तो बंधदि कम्म मुंचदि जीवो विरागसंपण्णो । एसो जिणोवदेसो तझा कम्मेसु मा रज्ज ॥ १५७ ॥
!