________________
ર૭૪
૩. મનની શુદ્ધિક–જેટલો સમય ધ્યાન કરવું હોય તેટલે સમય અન્ય સર્વ કાર્યોથી નિશ્ચિત થઈ જવું. જે કઈ કામ–બીજાની સંભાળ, રક્ષા કે પ્રબંધનું હોય તો તે બીજાને સોંપી દેવું, જેથી પિતાને કેઈ ચિંતા રહે નહિ. નિશ્ચિત થયા વગર ધ્યાનમાં મન ચુંટશે નહિ. જ્યા કાંઈ ભયનું નિમિત્ત હોય ત્યા નહિ બેસવું અથવા ભયનું કારણ સંભવિત હોય તે કઈ બીજા મનુષ્યને પિતાની સાથે રાખો કે જેથી તે રક્ષા કરે. ધ્યાતાના મનમાં આકુલતા હેવી જોઈએ નહિ. મનમાથી શોક, વિષાદ આદિ દૂર કરી એટલા સમયને માટે બધી વસ્તુઓ પ્રત્યેથી મનનું મમત્વ મૂકી ધ્યાન કરવા બેસવું.
૪ વચન શુદ્ધિ :-ધ્યાનમાં જેટલો સમય ગાળો હોય. તેટલા સમય મૌન રહેવું અને ધ્યાનને સહકારી મ કે પાઠ વાંચવા-વિચારવા પરંતુ કેઈ સાથે વાતચીત ના કરવી.
૫. કાય શુદ્ધિ બહુ ભૂખ ન હોય કે વધારે ખાધેલું ન હેય, શરીરમાં કાંઈ દઈ ન હય, મલમૂત્રની બાધા ન હોય, શરીર અંતરથી સ્વસ્થ હેય અને બાહથી પવિત્ર હેય; શરીર ઉપર જેટલાં ઓછાં વસ્ત્ર હોય તેટલું સારું. વસ્ત્રરહિતપણે પણ ધ્યાન કરી શકાય છે. ડાંસ, મચ્છર આદિની બાધા હોવા છતાં જેમ સ્થિરતા રહે તે અભ્યાસ કરવો જોઈએ. શરદીની બાધા સહન ન થાય તે વધારે વસ્ત્ર એાઢી લેવું, અંતરથી ને બાહથી શરીર નિરાકુલ રહે, શરીરના કારણથી મનમાં કોઈ વિક્ષેપ કે વિન્ન ન આવે એમ શરીરને રાખવું જોઈએ.
૬. આસન બેસવાનું ધ્યાન માટે કાઈ ઘાસનું આસન કે ચટાઈ કે પાટ કે પત્થર નક્કી કરી લેવું. જો એવું કાંઈ ન મળી શકે તે સ્વચ્છ પવિત્ર ભૂમિ ઉપર પણ ધ્યાન કરી શકાય છે.
૭. ચિગાસન – શરીરની સ્થિતિનું આસન) ધ્યાન કરવામાં પદ્માસન, અર્ધપદ્માસન કે કાત્સર્ગ એ ત્રણ આસન સુગમ