________________
૨૭૨
સત્ય જ્ઞાનને માટે આત્માને નિશ્ચયનય અને વ્યવહારનય. 'નેથી જાણવા જોઈએ. આ બે ષ્ટિએમાથી આત્માની ભાવના કરવા માટે નિશ્ચય નય દષ્ટિને ગ્રહણ કરવી જોઈએ, વ્યવહારનય દૃષ્ટિના વિષયને ધારણામા રાખવી જોઈએ—ભાવનામાં સન્મુખ લાવવી ના જોઈએ. જે સ્થાને જવું છે તે સ્થાને લઈ જનાર માગે ચાલવાથી તે સ્થાને પહેાંચી શકાય છે. શુદ્ધાત્માના અનુભવ પ્રાપ્ત કરવા છે માટે શુદ્ધાત્માના સ્વરૂપની જ ભાવના કરવી જોઈએ
નિશ્ચય નય જ આત્માને શુદ્ધ બતાવે છે-દેખાડે છે, તેથી હું શુદ્ધ છું, નિર્વિકાર છું, નાયક છું, પરમાનંદ છું, પરમાત્મરૂપ છુ એવી ભાવના વારવાર કરવી એ આત્માનુભવને જાગૃત કરનાર છે. જ્યારે આત્માનુભવ થાય છે ત્યારે એ ભાવના ભધ થઈ જાય છે. ત્યારે અદ્વૈત ભાવ, નિવિકલ્પ ભાવ, સ્વાત્મરમણુ ભાવ, એકાગ્ર ભાવ જ રહે છે. જ્યાં સુધી સ્વાનુભવ હાય છે ત્યાં સુધી નથી નિશ્ચય નયને પક્ષ કે વિચાર કે નથી વ્યવહાર નયને પક્ષ કે વિચારઆત્માનુભવ નયાતીત, વિકલ્પાતીત, અનિચનીય, અચિંતનીય, એક પરમાનદમય અમૃતને સમુદ્ર છે. આ સમુદ્રમાં સ્નાન કરતાં મગ્નલીન થવું એ આત્મધ્યાન છે.
આત્માનુભવ કે આત્મધ્યાન જ નિશ્ચય રત્નત્રય છે, નિશ્ચય મેાક્ષ માર્ગ છે. તેના બાહ્ય સાધનેમાં વ્યવહાર રત્નત્રય કે વ્યવહાર મેક્ષ માગ ઉપયાગી છે કે જેનું વર્ણન આગળ આવશે, અહીં આત્મધ્યાન કરવામાં કઈ જરૂરી નિમિત્ત કારણેાને બતાવી દેવાં યેાગ્ય છે. ધ્યાન કરનારને નિશ્ચયનય અને વ્યવહારનયથી આત્માની દૃઢ અને પાકી શ્રદ્દા હોવી જોઈશે તથા તેના મનમાં સાચું જ્ઞાન અને સાચા વૈરાગ્ય હોવા જોઈશે. તેવા જ્યાતા આત્મરસિક હાય છે, આનંદામૃત પીવાના પ્રેમી હોય છે. જેમ કાઈના ઘરમાં ઘણા મીઠાશવાળા રસ છે તે વારવાર એને પીને સ્વાદ અનુભવી સુખ ભાગવે છે, તેમ આત્મરસિક જેટલું વધારે આત્મધ્યાન થઈ શકે તેટલું :