________________
૨૭,
જેમ સાકરની કણી એક ક્ષણવાર પણ જીભ ઉપર રહે તે તેટલે સમય પણ તે તેની મિઠાશનો સ્વાદ આપે છે, તેમ આત્માનું ધ્યાન બહુ જ અલ્પ સમય પણ રહે તોપણ તે સહજસુખને સ્વાદ આપે છે. એક મિનિટની સાઠ સેકંડ છે, તે સેકંડના સો ભાગ કરે. તે સોમા ભાગ જેટલો સમય પણ જો ઉપયોગ આત્મસ્થ થઈ જાય તો પણ સહજસુખ અનુભવમાં આવશે તેથી આત્મધ્યાનના અભ્યાસીએ સમતા ભાવપૂર્વક જેટલે સમય અખંડિત ધ્યાન થઈ શકે, આકુલતા ન થાય તેટલે સમય આત્મધ્યાન કરીને સંતોષ માન જોઈએ. મોટા મોટા શક્તિશાળી અને મોટા મેટા વીર વૈરાગ્યવાન પુરુષે પણ આત્માનું ધ્યાન સતત બે ઘડીની અંદરના સમય સુધી જ કરી શકે છે. બે ઘડી એટલે અડતાલીશ મિનિટ.
એક એ પણ વાત યાદ રાખવી જોઈએ કે આત્મધ્યાનને ‘ઉત્પન્ન કરનાર માતા સમાન આત્માના શુદ્ધસ્વરૂપની ભાવના છે. ભાવના ઘણા વખત સુધી કરી શકાય છે. ભાવના કરતાં કરતાં એકાએક ધ્યાન ઉત્પન્ન થાય છે તે ધ્યાન એક કે વધારે સમય સુધી તદ્દન એકાગ્ર રહે છે. ધ્યાન અવસરે મન, વચન અને કાયા એ ત્રણેને વ્યાપાર બંધ થઈ જાય છે, ચિંતવન હેતું નથી. આત્મસ્વરૂપમાં એવી રમણતા થઈ જાય છે કે જેમ કોઈ સુંદર રૂપ જોવામાં ઉપયોગ એકાગ્ર થઈ જાય છે. તે સમયે ધ્યાતાને એવો વિચાર પણ નથી હોત કે હું ધ્યાન કરું છું, કે આત્માને ધ્યાવું છું.” એ દશ એક એવી છે કે જેનું વર્ણન પણ થઈ ના શકે તે દશાને અદ્વૈત ભાવ કહે છે. ત્યાં એક આત્માને જ સ્વાદ વિકલ્પ કે વિચાર રહિત હેય છે આ સ્વાનુભવરૂપ આત્મધ્યાનને ઉત્પન્ન કરનાર આત્માની ભાવના જ છે. જેમાં દહીંને વલોવતાં વાવતાં માખણ નીકળે છે તેમ આત્માની ભાવના કરતાં કરતાં આત્મધ્યાન કે આત્માનુભવ થઈ જાય છે.