________________
આ સ્વાદાનુભવ માટે આવશ્યક છે કે સહજસુખ જેનામાં છે તે આત્માને બરાબર રીતે-સમ્યફ પ્રકારે ઓળખવો જોઈએ. એ વિશ્વાસ કરવો જોઈએ કે આત્મા છે અને એને સ્વભાવ આ પ્રકારે છે અને એ વિશ્વાસપૂર્વક આત્માના જ્ઞાનમાંઉપયોગ સ્થિર કરો જોઈએ. આને રત્નત્રય માર્ગ કહે છે. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની એકતારૂપ રત્નત્રય માર્ગ તે સહજસુખનું સાધન છે.
આત્માનો સ્વભાવ શુદ્ધ, સિસમાન, જ્ઞાનાનંદ અને વીતરાગમય છે. આ પ્રકારે દઢ શ્રદ્ધા તે સમ્યગદર્શન છે. આ દઢ શ્રદ્ધા સહિત આત્માના સ્વભાવનું જ્ઞાન જાણવાપણુ તે સમ્યગજ્ઞાન છે. અને આ શ્રદ્ધા સહિત જ્ઞાનમાં સ્થિર થવું તે સમ્યફ ચારિત્ર છે. આ ત્રણે આત્માથી ભિન્ન નથી-આત્મારૂપ જ છે, જેમ શ્રી મહાવીર સ્વામીનું શ્રદ્ધાન, મહાવીર સ્વામીનું જ્ઞાન અને મહાવીર સ્વામીનું ધ્યાન મહાવીરસ્વામીથી ભિન્ન નથી, ત્રણેનું લક્ષ્યબિંદુ એક મહાવીર સ્વામી છે. સુવર્ણનું શ્રદ્ધાન, સુવર્ણનું જ્ઞાન અને સુવર્ણનું ધ્યાન સુવર્ણ પ્રત્યયી જ છે, તેથી ભિન્ન નથી; તેથી આત્મા પોતે જ પિતાના માટે પોતે જ સહજસુખનું સાધન છે, અર્થાત આત્મા પિોતે જ પોતાના ધ્યાનથી સહજસુખ પામી લે છે. તેથી આત્માનું ધ્યાન કે આત્માને અનુભવ જ સહજસુખનું સાધન છે.
આ જ્ઞાનેપગ પાંચ ઇનિા વિષયમાં અને મનના વિચારોમાં પ્રેરાઈ રહે છે. તેને ત્યાંથી હઠાવી જ્યારે આત્મસ્થ કરાય છે ત્યારે જ આત્માનું ધ્યાન થાય છે. કેઈ એક મનુષ્ય એવા ઘરમાં બેઠો છે કે જે ઘરને છ બાજુએ બારણાં છે. તે આ બારણ દ્વારા એ સદા બહાર જ જેતે રહે છે. એક બારણું મૂકી બીજા બારણામાંથી, બીજું મૂકી ત્રીજામાંથી, તેને છોડી ચોથામાંથી; તેને છેડી પાંચમામાંથી, તેને મૂકી છઠ્ઠામાંથી. અને બીજા કઈ બારણામાંથી એમ એ બારણાઓમાથી બહાર જ જોયા કરે છે; કઈ વખત પણ તે બારણાઓમાંથી જોવાનું બંધ કરી પિતાના