________________
કઈ વસ્તુને સ્વાદ લેવા માટે એ જરૂરી છે કે સ્વાદ લેનાર જ્ઞાનપયોગ તે વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈ જાય અને તે અવસરે બીજી ચિંતાઓથી રહિત થઈ જાય તે વસ્તુ પ્રત્યે જ્ઞાનેપગની સ્થિરતા તે જ તે વસ્તુના સ્વાદને અનુભવ કરવામાં કારણ છે. જેમ સરેવરમાં મીઠું પાણી છે એમ જાણવા છતાં તે મીઠા પાણીને સ્વાદ તો ત્યારે જ આવશે કે જ્યારે પાણીને છવા ઇદિયથી સ્પર્શ થશે અને મતિ જ્ઞાનેપગ સ્થિર થઈ તેમાં એકાગ્ર થશે. જે કઈ બીજા કાર્ય તરફ ઉપયોગ આકૃતિ હશે તે પાણી પીતે છતાં તે પાણીને સ્વાદ ભાસશે નહિ. જે આપણે ઉપયોગ કે અન્ય કાર્યમાં હશે તે આપણને માંકડ કરડતો હશે તે પણ તેની વેદનાને અનુભવ થશે નહિ. જ્યારે ઉપયોગ સ્પશે દ્રિય ધારાએ તે કરડેલો સ્થાન પ્રતિ જઈ સ્થિર થશે ત્યારે વેદનાનું જ્ઞાન થશે. ચિત્ત ઉદાસ હેય તે ઉત્તમ વસ્ત્ર કે રત્નમય આભૂષણ પહેરવા છતાં સુખનું વેદના થતુ નથી, કારણ કે ઉપગ તેની સુંદરતા પ્રતિ ઉપયુક્ત નથી. જયારે ઉપયોગ તે વસ્ત્ર કે આભૂષણ પ્રતિ રાગ સહિત લવલીન થશે ત્યારે તેના સ્પર્શને સ્વાદ આવશે.
કચેરીએ જવાની ઉતાવળમાં ઘણીજ સુંદર ને રસવતી રસોઈ ખાધા છતાં તે પોતાના સ્વાદનું ભાન કરાવતી નથી કારણ કે ઉપ
ગ રસોઈ ખાવામાં વિલીન નથી કિંતુ વ્યગ્ર છે. એક વૈરાગ્યવંત સાધુના ગળામાં ઘણું સુગંધિત પુપની માળા નાંખવામાં આવે છે, તે પણ તે સાધુને ઉપગ રાગપૂર્વક તે માળાની સુગંધ લેવામાં ઉપયુકત થતું નથી તેથી તે સાધુને તે સુગંધના સુખનું વેદન થતું નથી.
એક ઘણુ જ સુંદર સ્ત્રીનું ચિત્રકઈ ગિની પીડાથી પીડાયેલા મનુષ્યની આંખો સામે લાવવામાં આવે છે, તે મનુષ્ય પીડાના અનુભવમાં લીન છે, તેના અંતરમાં રાગ સહિત તે ચિત્ર જોવામાં ભાવ