________________
થતા નથી. તેથી તે સુંદર ચિત્ર જેવાને સ્વાદ તે વ્યગ્રચિત્ત રોગીને આવશે નહિ. એક પતિવ્રતા સ્ત્રી પતિના વિયોગથી આતુર-ચિંતાતુર બેઠી છે, તેની સમક્ષ અનેક પ્રકારે સુંદર સ્વરથી ગાયને ગાવામાં આવે છે, પરંતુ તેને જ્ઞાનપગ રાગ સહિત તેનું શ્રવણ કરતે નથી; તેના પ્રતિ ઉપગ જોડતી નથી તેથી ગાયન સાંભળવાનું સુખ તે દુખિત અબળાના અનુભવમાં આવતું નથી. આથી સિદ્ધ થાય છે કે ઈન્દ્રિય સુખ કે દુઃખનું ભાન ત્યારે જ થાય છે કે જ્યારે જ્ઞાનપગની સ્થિરતા હોય છે.
જેઠ માસના તડકામાં ઉઘાડા પગે એક મજુર ભાર લઈ કેટલાય ગાઊ ચાલ્યા જાય છે. તેને પગે દાઝવાનું દુઃખ હેતું નથી કારણ કે તેને ઉપયોગ પૈસા પેદા કરવામાં જ ઉલ્લસિત છે. તે તે પગની પીડા સરાગ ભાવથી અનુભવતો નથી. તે જ જેઠ માસના તડકામાં કઈ પૈસાદારને કે જે જોડા પહેર્યા વગર અને છત્રી એડ્યા વગર કોઈ વખત પણ બહાર નીકળતો નથી, તેને માત્ર દશ પગલાં પણુ ઉઘાડે પગે ચલાવવામાં આવે તો તે ઉપયોગને ત્યાં જ ઉપયુકત કરતે થકે ઘણું જ દુઃખ અનુભવ કરશે. એક સાધુ આત્મધ્યાનમાં તલ્લીન છે, ડાંસ, મચ્છર શરીર ઉપર ડંખ મારે છે, સાધુને લેશ પણ કષ્ટાનુભવ થતો નથી કારણ કે ઉપયોગ એ બાજુ છે નહિ, ધ્યાન ચલિત થતાં જ જેવો ઉપયોગ ત્યાં આવે છે કે તે સાધુ તે કરડવાની વેદનાનો અનુભવ કરે છે. '
તેવી રીતે સહજસુખ આત્મામાં છે, આત્માને સ્વભાવ છે તે એની પ્રાપ્તિનું એ સાધન છે કે પોતાને ઉપયોગ બધી બાજુથી હઠાવી એક પિતાના આત્મામાં જ સ્થિર કરે; આત્માના સ્વભાવના જ્ઞાનમાં સ્થિરતાથી સ્થિર થાય. જે સમયે ઉપગ પિતાના આત્માથી ભિન્ન સર્વે દ્રવ્ય અને ભાવથી હઠી પિતાના આત્માના જ શુદ્ધ ગુણેમાં રમણતા કરશે ત્યારે જ સહજ સુખનો સ્વાદ આવશે.