________________
ર૩૪
નિશ્ચયથી હું નારી નથી, તિર્યંચ નથી, મનુષ્ય નથી, તેમ દેવ ૫ણું નથી પણ હું સિદ્ધસમ સિદ્ધસ્વરૂપી આત્મા છું. આ સર્વ નરકાદિ અવસ્થાઓ એ કર્મથી ઉત્પન્ન છે,
साकारं निर्गताकारं निष्क्रियं परमाक्षरम् । निर्विकल्पं च निष्कम्पं नित्यमानन्दमन्दिरम् ।।२२-३१।। विश्वरूपमविज्ञातस्वरूपं सर्वदोदितम् । कृतकृत्यं शिवं शान्तं निष्कलं 'करणच्युतम् ॥२३-३।। निःशेपभवसम्भूतक्लेशद्रुमहुनाशनम् । शुद्धमत्यन्तनिर्लेपं ज्ञानराज्यप्रतिष्ठितम् १२४-२२॥ विशुद्धादर्शसंक्रान्तप्रतिविम्बसमप्रभम् । ज्योतिर्मयं महावीर्य परिपूर्ण पुरातनम् ॥२५-३१॥ विशुद्धाष्टगुणोपेतं निर्द्वन्द्वं निर्गतामयम् । अप्रमेयं परिच्छिन्नं विश्वतत्त्वव्यवस्थितम् ।।२६-३२॥ यदग्राहा बहिर्भावैर्ग्राह्य चान्तर्मुखैः क्षणात् । तत्स्वभावात्मकं साक्षात्स्वरूपं परमात्मनः ॥२७-३१॥
આત્માનું નિશ્ચયનયથી સ્વરૂપ પરમાત્માના સમાન છે. તે સાકાર છે એટલે જ્ઞાનાકાર છે અને શરીર પ્રમાણે આકારવાળુ છે, નિરાકાર છે–અમૂર્તિક- અરૂપી છે. હલનચલન ક્રિયાથી રહિત નિષ્ક્રિય છે, પરમ અવિનાશી છે, નિર્વિકલ્પ છે, નિષ્કપ છે, નિત્ય છે, સહજાનંદ નું મંદિર છે, જ્ઞાન અપેક્ષાએ સર્વ વ્યાપી છે–સર્વ રેય પદાર્થો તેમાં પ્રતિબિંબિત થાય છે. અજ્ઞાની એ સ્વરૂપને જાણી શકતા નથી, સદા ઉદયરૂપ છે, કૃતકૃત્ય છે, કલ્યાણરૂપ છે. શાંત છે, શરીર રહિત છે, ઇંદ્રિયથી અતીત છે, સમસ્ત સંસારનાં કલેશરૂપી વૃક્ષને બાળવાને અગ્નિ સમાન છે, શુદ્ધ છે, કર્મરહિત છે, જ્ઞાનરૂપી રાજ્યમાં સ્થિત છે, નિર્મળ અરિસામાં દેખાતા પ્રતિબિંબ સમાન પ્રભાયુક્ત છે, પ્રકા
૧. વાયુતન એમ પાઠ પણ છે. (શક રહિત). .