________________
. . પ્રથમ ભેદજ્ઞાનરૂપી સુષ્ટિથી આ શરીરને આત્માથી ભિન્ન જાણવું–માનવું, તેમાં તૈજસ અને કામણએ બે સૂક્ષ્મ શરીર છે તેને પણ પિતાથી ભિન્ન માનવા, આઠ કર્મ (દવ્યાકર્મ) અને તેની ઉપાધિ રાગદ્વેષાદિ ભાવકર્મ તેને પણ ભિન્ન માનવાં અને તે કર્મથી સુબુદ્ધિના પરિણામ–ભેદ વિજ્ઞાનને ભિન્ન જાણવું. તે ભેદ વિજ્ઞાન દષ્ટિમાં ચૈતન્ય પ્રભુ આત્મા અખંડરૂપે બિરાજે છે એમ શ્રુતજ્ઞાનના નય, નિક્ષેપ અને પ્રમાણથી હદયમાં સ્થિર કરવું, તે ચૈતન્ય પ્રશ્કને જ વિચાર કર, તેમાં જ લીન થા. તે પરમાત્મપદ સાધવા માટે હે જીવ! આ વિધિની ઉપાસના કર. અલખ અમૂરતી અરૂપી અવિનાશી અજ,
નિરાધાર નિગમ નિરંજન નિરંધ હૈ, નાનારૂપ ભેષ ધરે ભેષા ન લેશ ધરે,
ચેતન પ્રદેશ ધરે ચેતન્યા બંધ હૈ મેહ ધરે મહીસો બિરાજે તામેં હી ,
મહીસો ન તોલીસે ન રાગી નિરબંધ છે, એસે ચિદાનંદ યહિ ઘટમેં નિકટ તેરે, તાહિ તું વિચાર મન ઔર સબ ઘધ હૈ.
ગા. ૫૪ અ. ૮ - આ આત્મા અલક્ષ છે, અમૂતિક છે, અરૂપી છે, શાશ્વત છે, જન્મ રહિત છે, નિરાધાર-પરના આધારની જરૂર ન પડે તે છે, જ્ઞાનવંત છે અને અખંડ એક છે. વ્યવહાર દૃષ્ટિએ અનેક પ્રકારના વેષને ઘારણ કરે છે છતાં નિશ્ચયથી કઈ પણ વેષને ધારતો નથી, ચિતન્ય પ્રદેશમય છે અને નૈિતન્યને જ પૂંજ છે. આ આત્મા જ્યારે મેહ કરે છે ત્યારે મહી થઈ રહે છે, મનને વશ થાય છે ત્યારે મનરૂપ થઈ રહે છે પણ તે તે મોહરૂપ પણ નથી અને મને પણ નથી તે રોગી પણ નથી પણ તે બંધ રહિત અબંધ છે, એવા આ ચિદાનંદ આત્માં તાસ ઘટના અંતરમાં તારી સમીપ જ