________________
- જ્ઞાન વર્ણમાં નથી, જ્ઞાન પાંચ ઇનિા વિષય ભેગના રસમાં નથી, જ્ઞાન સ્પર્શમાં નથી, જ્ઞાન કોઈ ગબ્ધમાં નથી, જ્ઞાન રૂપમાં નથી, જ્ઞાન કેઈ ગ્રંથમાં નથી, જ્ઞાન શબ્દમાં નથી, જ્ઞાન કર્મના બંધનમાં નથી, એ બધાથી રહિત-ભિન્ન એવો કોઈ આત્મસ્વભાવ છે ત્યાં શુદ્ધ ચૈતન્યના પુજમાં જ્ઞાન રહેલું છે. શ્રી વીતરાગ પ્રભુએ એ પ્રકાશ-જ્ઞાન સ્વરૂપ આત્મા કહ્યો છે. તેને જ્ઞાનવંત જ્ઞાની પુરુષ પામે છે, અજ્ઞાની મૂઢ, જન તો અન્ય પરસ્વરૂપમાં જ રમશુતા કરી રહ્યા છે. જહાં તેહિ ચલો હૈ સાથ તું તહાં કે ટૂંઢિ,
ઈહાં કહાં લેગનસ રહ્યો તૂ લુભાય રે, સંગ તેરે કૌન ચલે દેખ તૂ વિચાર હિયે,
પુત્ર કે કલત્ર ધન ધાન્ય યહ કાય રે જાકે કાજ પાપ કર ભરત હૈ પિંડ નિજ,
હવે હૈ કે સહાય તેરે ન જબ જાય રે, તહાં તૌ અકેલે તુ હી પાપ પુણ્ય સાથી દેય, સામે ભલે હેય સાઈ કીજે હંસ રાય રે. ગા ૯
પુણ્યપાપ જગમૂળ પચીસી. તારે જ્યાં જવું છે ત્યાંને સંગાથ . અહીં આ સંસારમાં શું મગ્ન થઈ રહ્યો છે ? હે જીવ! તું જરા વિચારીને જે તે ખરે આ પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, કાયા, એમાંથી કેરું તારી સાથે આવશે? આ બધાં જેને માટે પાપાચરણ કરી તું તારા આત્માને પાપથી ભરી દે છે તેમાંથી કઈ શું તું નરકે જઈશ ત્યારે તારી સાથે સહાયક થશે? ત્યાં તે તું એક જ છું. તારાં શુભાશુભ. કર્મ–પાપ અને પુણ્ય એ બે તારા સાથી છે. અને તે પ્રમાણે તું સુખ દુખ અનુભવીશ, હે ચેતન્ય ભૂપ! હવે એમાંથી તને યોગ્ય લાગે તે આચર,