________________
૫૮
- જઈ ગુણ સિહ માહિ તેઈ ગુણ બ્રહ્મપાંહિ, સિદ્ધ બ્રહ્મ ફેર નાહિં નિશ્ચય નિરધારકે. ગા. ૨
સિદ્ધચતુર્દશી. હે ભવ્ય જીવ! તું તારા અંતરમાં નિહાળીને જે. આત્મા અનુપમ છે, રાગદ્વેષ રહિત છે. કઈ પણ કર્મને અંશ એનામાં નથી. મિથ્યા મોહ ભ્રમના બીજનું લેશ પણ અસ્તિત્વ એનામાં નથી. એ સંપૂર્ણ શુદ્ધ છે. તેના શુદ્ધ સ્વભાવમાં તેના પિતાના વિના કોઈ અન્ય પદાર્થ કે સ્વરૂપ નથી. જેવો શુદ્ધાત્મા સિદ્ધક્ષેત્રે બિરાજમાન છે, તે જ આત્મા–બ્રહ્મ અહીં શોભી રહ્યો છે. ત્યાંનામાં અને અહિંનામાં કાંઈ પણ ફેર નથી એ તું વિચારીને જે. જે જે ગુણે સિદ્ધાત્મામાં છે તે તે સર્વે આ આત્મા-બ્રહ્મની પાસે છે. સિદ્ધાત્મા અને આ આત્મા–બ્રહ્મમાં કોઈ ફેર નથી એ તુ નિશ્ચયથી નિરધાર કર.
છપ્પાઈઃ ત્રિવિધ કર્મતે ભિન્ન ભિન્ન પરરૂપ પરસતે, વિવિધ જગતકે ચિન્હ લખે નિજ જ્ઞાન દરસત વસે આપથલ માહિં, સિદ્ધસમ સિદ્ધ વિરાજહિ, પ્રગટહિ પરમ સ્વરૂપ, તાહિ ઉપમા સબ છાજહિ;
હવિધિ અનેક ગુણ બ્રહમહિં, ચેતનતા નિર્મલ લર્સ, તસપદ ત્રિકાલ વદત ભવિક, શુદ્ધ સ્વભાવહિ નિત બસે. ૬
સિદ્ધચતુર્દશી. આત્મા દ્રવ્યકર્મ, કર્મ અને ભાવકર્મ એમ ત્રણે પ્રકારના કર્મથી ભિન્ન છે. પરપૌગલિક સ્વરૂપના સ્પર્શથી ભિન્નનિજાત્મિક છે. જ્ઞાન-દર્શન ઉપયોગથી જગતના અનેક પ્રકારના પદાર્થોને જાણે દેખે છે, પિતાના સ્વરૂપ સ્થાનમાં જ નિત્ય રહે છે. સિદ્ધ સમાન અટલ અવિચલ પ્રકાશમાન છે. તે પ્રગટ પ્રત્યક્ષ પરમ સ્વરૂપ સર્વે ઉપમા ગ્ય છે એમ આ આત્મબ્રહ્મમાં અનેક ગણે છે. નિર્મળ ચૈતન્ય