________________
૨૫૬
જે જાણે છે તે છવ છે, જે માને છે તે જીવ છે, જે દેખે છે તે જીવ છે, જે સદા જીવે છે તે છવ છે. જીવ સદા શાશ્વત છે તેના અનુભવ રસનું હે પ્રાણી! પાન કર. તે આત્મા સહજાનંદ સમૂહ છે, વંદન યેાગ્ય છે અને પૂર્ણ ચંદ્રના પ્રકાશ સમાન સુખને આપનાર છે. આ જે જે પદાર્થો જોવામાં આવે છે તે તે બધાં ક્ષણભંગુર-વિનાશી છે. તે પુગલ–જડ પદાર્થોમાં કઈ પણ સુખને કહી કે જાણે શકે એમ નથી. એ જેનું હેય તે જ જાણે સુખ આત્માનું છે અને તે સુખને આત્મા જ જાણે છે–અનુભવે છે. સબ ઘટમેં પરમાતમા, સૂની ઠૌર ન કઈ
બલિહારી વા ઘદકી, જા ઘટ પરગટ હેઈ, જા ઘટ પરગટ હોઈ, ધોઈ મિથ્યાત મહાલ
પંચ મહાવ્રત ધાર, સાર તપ તપે જ્ઞાનબલ; વિલ જત ઉદ્યોત, હેત સરવગ્ય દસા તબ,
દેહી દેવલ દેવ, સેવ ઠાન સુર નર સબ. ૧૦ પરમાત્મા–આત્મા, સર્વ શરીરોમાં વ્યાપી રહેલ છે. આખા , લકમાં કઈ પણ જગ્યા જીવ વિનાની-ન્ય નથી. પરંતુ તે દેહનું વિશેષપણું છે. ધન્યપણું છે કે જે દેહમાં પરમાત્મા પ્રભુ પ્રગટ થયા છે. જેના દેહમાં એ પરમાત્મા પ્રગટે છે તેને મિથ્યાત્વ રૂપી મહા. મલ ધોવાઈ જાય છે, તે પંચ મહાવ્રતને ધારણ કરે છે, સમ્યફ તપનું આચરણ કરે છે અને તેનું જ્ઞાન બળ વર્ધમાન થાય છે. એમાં અનુક્રમે કૈવલ્યજ્ઞાન પ્રકાશથતાં તે સર્વજ્ઞ દશાને પામે છે. દેહરૂપી દેવળમાં બિરાજમાન એ કૈવલ્ય પ્રગટ આત્મા તે દેવ છે. સર્વ દેવ. અને મનુષ્યો તે પરમાત્માની સેવા-ઉપાસના કરે છે. ' દાનત ચક્રી જુગલિયે, ભવનપતિ પાતાલ, • •
સુગઈક અહર્ષિદ્ર સબ, અધિક અધિક સુખ ભાલ; અધિક અધિક સુખ ભાલ, કાલ તિહું નત ગુનાકર ' '