________________
૨૧૫
ममेदमहमस्येति प्रीतिरीतिरिवोत्थिता । क्षेत्रे क्षेत्रीयते यावत्तावत् काशा तपःफले ॥ २४२ ॥
આ શરીરાદિક મારાં છે, હું શરીરાદિકનો છું, એવી પ્રીતિ ઈતિ એટલે તીડનાં ટોળાંની પેઠે ભયંકર ઉપદ્રવ કરનાર છે. જ્યાં સુધી શરીર ઉપર મેહ છે ત્યા સુધી તપના ફળની શી આશા ? અર્થાત ત્યાં સુધી મેક્ષ પ્રાપ્ત કરવાની આશા વૃથા છે. मामन्यमन्यं मां मत्वा भ्रान्तो भ्रान्तौ भवार्णवे । नान्योऽहमहमेवाहमन्योऽन्योऽन्योऽहमस्ति न ॥ २४३ ॥
ભ્રમબુદ્ધિ હોવાથી તેં તને શરીરરૂપ જાણે અને શરીરાદિને તારે સ્વભાવ જાણે. આ વિપરીત જ્ઞાનથી તુ સસારમાં બ્રમ્યા કર્યો. હવે તુ એમ જાણ કે હું પરપદાર્થ નથી, હું તે હું જ છું; પર તે પર જ છે, તેમાં હુ નથી, હું તે નથી, હું આત્મા છુ, અન્ય સર્વ મારાથી ભિન્ન છે.
क्षीरनीरवदभेदरूपतस्तिष्ठतोरपि च देहदेहिनोः । भेद एव यदि भेदवत्स्वलं बाह्यवस्तुषु वदात्र का कथा ॥ २५३ ॥
જે દેહની સાથે આ જીવને દુધપાણના સમાન સંબંધ ચાલ્યા. આવે છે તે દેહ પણ જ્યારે જીવથી ભિન્ન છે ત્યારે બાહ્ય ચેતન અને અચેતન પદાર્થોની શુ વાત? તે તો પિતાનાથી ભિન્ન જ છે. તૈજસ અને કામણ શરીર પણ છવના નથી. तप्तोऽहं देहसंयोगाजलं वाऽनलसंगमात् । इह देहं परित्यज्य शीतीभूताः शिवैषिणः ।। २५४ ॥
જ્ઞાની વિચારે છે કે જેમાં અગ્નિના સંગથી પાણી તસાયમાન થાય છે તેમ આ દેહના સંયોગથી હું તણાયમાન દુઃખી થઈ રહ્યો છું. તેથી કલ્યાણના ઈચ્છકોએ દેહનું મમત્વ છોડી શાંતિ પ્રાપ્ત કરી છે.
अजातोऽनश्वरोऽमूतः कर्ता भोक्ता सुखी बुधः । देहमानो मलैर्मुक्तो गत्वोज़मचलः प्रभुः ।। २६६ ।। ।