________________
૨૨૬
દુઃખી થાય છે, એક જ વ્યવહારી અને દરિકી થઈ જાય છે, એ પ્રકારે બિચારે એક જ ભ્રમણ કર્યા કરે છે.
(૧૯) શ્રી કુલભદાચાર્કકૃત સારસમુચ્ચયમાંથી;-- ज्ञानदर्शनसम्पन्न आत्मा चैको ध्रुवो मम ।। शेषा भावाश्च मे बाह्या सर्व संयोगलक्षणाः ॥ २४९ ॥ संयोगमूलजीवेन प्राप्ता दुःखपरम्परा । तस्मात्संयोगसम्बंध त्रिविधेन परित्यजेत् ॥ २५० ॥
મારો આત્મા જ્ઞાનદશન સ્વભાવથી પૂર્ણ છે, એક છે, અવિનાશી છે. અને સર્વ રાગાદિ ભાવ મારા સ્વભાવથી બાહ્ય કર્મના સંગથી ઉત્પન્ન થયા છે. શરીર અને કર્મના સંયોગરૂપ કારણથી આ છવ દુખોની પરંપરાને પ્રાપ્ત થયો છે, તેથી એ સર્વ સંયોગ સંબંધને મન, વચન અને કાયાથી હું પરિત્યાગ કરું છું.
(ર) શ્રી પદ્મન દિ મુનિની એકત્વસતિમાંથી - अजमेकं परं शान्तं सर्वोपाधिविवर्जितम् ।। आत्मानमात्मना ज्ञात्वा तिष्टेदात्मनि यः स्थिरः ॥ १८ ॥ स एवामृतमार्गस्य सः एवामृतमश्नुते । स एवार्हन जगन्नाथः स एव प्रभुरीश्वरः ॥ १९ ॥
જે કઈ પિતાના આત્માને અજન્મા, એક, શાંત, પરમ પદાર્થ, સર્વ રાગાદિ કર્મ ઉપાધિથી રહિત આત્માથી જાણી આત્મામાં સ્થિર થઈ સ્થિત થાય છે તે મોક્ષ માગે ગમન કરનાર છે, તે જ આનંદરૂપી અમૃતને ભોગવે છે, તે જ પૂજનીય, તે જ જગતને સ્વામી, તે જ પ્રભુ, તે જ ઈશ્વર છે. विकल्पोर्मिभरत्यक्तः शान्तः कैवल्यमाश्रितः । कर्माभावे भवेदात्मा वाताभावे समुद्रवत् ॥ २६ ॥
જેમ પવન ન વાય તે સમુદ્ર સ્થિર હોય છે તેમ આ આત્મા