________________
૨૨૯
જન થતાં નથી, પિતાનાં બાંધેલાં કર્મોના ફલને આ જીવ એક લે જ ભોગવે છે.
क्षीरनीरवदेकत्र स्थितयोर्दैहदेहिनोः । भेदो यदि ततोन्येषु कलत्रादिषु का कथा ॥ ४९ ॥
ક્ષીર અને પાણીના સમાન એક સાથે મળેલા આ દેહ અને આત્મામાં પણ જ્યારે ભેદ-ભિન્નત્વ છે તે અન્ય સ્ત્રી આદિકની વાત જ શુ કરવી ? તે તો જુદા જ છે. कर्मेभ्यः कर्मकार्येभ्यः पृथग्भूतं चिदात्मकम् । आत्मानं भावयेन्नित्यं नित्यानन्दपदप्रदम् ।। ६१ ॥
આ આત્મા આઠ કર્મ અને આઠ કર્મને કાર્યોથી જુદે છે. ચિતન્યસ્વરૂપમય છે, નિત્ય છે અને શાશ્વત આનદમય પદને આપનાર છે એવી ભાવના જ્ઞાનીએ કરવી ઉચિત છે.
(૨૨) શ્રી પદ્મનાદિ મુનિના સબંધચંદ્રોદયમાંથી – कर्मबंधकलितोप्यवंधनो द्वेपरागमलिनोऽपि निर्मलः । देहवानपि च देहवर्जितश्चित्रमेतदखिलं चिदात्मनः ॥ १३ ॥
આ આત્મા કર્મબંધ સહિત હેવા છતાં પણ કર્મબંધથી રહિત છે; રાગ દ્વેષથી મલિન હોવા છતાં પણ નિર્મલ છે; દેહધારી હેવા છતાં પણ દેહ રહિત છે આ સર્વ આત્માનું મહાભ્ય આશ્ચર્યકારી છે. व्याधिनाङ्गममिभूयते परं तद्गतोऽपि न पुनश्चिदात्मकः । उच्छ्रितेनगृहमेव दह्यते वह्निना न गगनं तदाश्रितम् ॥ २४ ॥
રાગેથી આ શરીરને પીડા હોય છે પરંતુ આ શરીરમાં પ્રવિષ્ટ ચૈતન્ય પ્રભુને પીડા હેતી નથી. જેમ અગ્નિની જવાલાઓથી ઘર બળે છે પણ ઘરમાં રહેલ આકાશ બળતું નથી. આત્મા આકાશ સમાન નિલેપ અને અમેતિક છે. બળી શકતો નથી.