________________
રરર
મારે આત્મા સદા એક અવિનાશી નિર્મલ જ્ઞાનસ્વભાવી છે, અન્ય રાગાદિ ભાવ સર્વ મારા સ્વભાવની બાહ્ય છે, ક્ષણિક છે અને પિતતાના કર્મના ઉલ્ય હેય છે. यस्यास्ति नैक्यं वपुपापि सार्च, तस्यास्ति किं पुत्रकलत्रमित्रः । पृथक्कृते चर्मणि रोमकूपाः, कुतो हि तिष्टंति शरीरमध्ये ॥२७॥
જે આત્માનું ઐક્ય આ શરીરની સાથે પણ નથી, તે જેને શરીરને લઈને સંબંધ છે તે પુત્ર, સ્ત્રી, મિત્ર આદિની સાથે કેમ હોય? ઉપરની ચામડીમાંના રેમનાં છિદ્રો, ચામડી ઉતરડી લેવાથી શરીર ઉપર શી રીતે જણાય? દૂર થઈ જાય છે–દેખાતાં નથી કારણ કે તે ચામડીને આશ્રિત રહેલ છે.
संयोगतो दुःखमनेकभेदं, यतोऽश्नुते जन्मवने शरीरी । ततनिधासौ परिवर्जनीयो, यियासुना निवृतिमात्मनीनाम् ॥ २८॥
આ શરીરધારી આત્મા આ શરીરના સંગથી સંસારરૂપી વનમાં અનેક પ્રકારનાં દુને ભેગવે છે તેથી પિતાના આત્માની મુકિતના ઈચ્છકને ઉચિત છે કે મન, વચન, કાયાથી આ શરીરના મમત્વને ત્યાગ કરે. सर्व निराकृत्य विकल्पजालं संसारकांतारनिपातहेतुम् ।। विविक्तमात्मानमवेक्ष्यमाणो निलीयसे त्वं परमात्मतत्त्वे ॥ २९॥
સંસારરૂપી વનમાં ભ્રમણના કારણભૂત સવે મનના વિકલ્પની જાળને ત્યાગી, સર્વથી ભિન્ન નિજાત્મને નિશ્ચય કરી તું તારા પરમાત્મ સ્વરૂપમાં લીન થા.
(૧૭) શ્રી અમિતગતિ આચાર્યની તત્ત્વભાવનામાંથી नाहं कस्यचिदस्मि कश्चन मे भावः परो विद्यते । • मुक्त्वात्मानमपास्तकर्मसमिति ज्ञानेक्षणालङ्कृतिम् ॥