________________
૧.
છે. અપવિત્ર, નાશવંત અને સંતાપ આપવાવાળું છે તેથી તેમાં રાગ કરો વૃથા છે.
શ્રી શિવકારીઆચાર્ય ભગવતી આરાધનામાં કહે છે – देहस्स सुक्सोणिय, असुईपरिणमकारणं जरा। देहो वि होइ असुई, अमेज्यघदपूरओ व्व तदो ॥१००३॥
આ દેહની ઉત્પત્તિનું કારણ અતિશય અપવિત્ર એવું માતાનું રુધિર અને પિતાનું વીર્ય છે. જેમ મલિન વસ્તુમાંથી બનાવેલું ઘેબર અપવિત્ર હોય છે તેમ અપવિત્ર બીજથી પેદા થયેલે આ દેહ પણ અપવિત્ર છે. कललगदं दसरत्तं, अच्छदि कलुसीकदं च दसरत्तं । थिरभूदं दसरतं, अच्छदि गभ्भम्मि तं वीयं ।।१००६।। तत्तो मासं वुव्वुदभूदं, अच्छदि पुणो वि घणभूदं । जायदि मासेण तदो, य मंसपेसी य मासेण ॥१००७॥ मासेण पंच पुलगा, तत्तो हुति हु पुणो वि मासेण । अंगाणि उवंगाणि य, णरस्स जायंति गम्भम्मि ।।१००८।। मासम्मि सत्तमे तस्स होदि चम्मणहरोमणिप्पत्ती। पुंदणमममासे, णवमे दसमे य णिग्गमणं ॥१००९॥ सव्वासु अवस्थासु वि, कललादीयाणि ताणि सव्वाणि । असुईणि अमेज्याणि य, विहिसणिज्जाणि णिच्चं पि ॥१०१०॥
ગર્ભમાં માતાનું રૂધિર પિતાના વીર્યની સાથે મળી દશ રાત્રિ સુધી હાલતુ રહે છે. બીજી દશ રાત્રિ કાળુ થઈ રહે છે અને તે પછી બીજી દશ રાત્રિમાં સ્થિર થાય છે. બીજે મહિને પરપોટારૂપ થઈને રહે છે. ત્રીજે મહિને ઘન (કઠણું) થઈ રહે છે. ચોથે મહિને માંસને ગદ્દો (પેશી) થઈ રહે છે. પાંચમે મહિને તે માસના લેચામાં પાચ ફણગા ફૂટે છે. એક મસ્તકના આકારનો, બે હાથ ને બે પગના આકારના છ મહીને મનુષ્યના અંગ ઉપાંગ પ્રગટ