________________
૨૨૦
રેગાદિ વેદમાં એ પોતાના જ કર્મોનું ફળ છે. તે ભગવતી વખતે જીવતું દુખ કઈ દૂર નથી કરી શક્ત, કુટુંબાદિ પરિવારજનો સામે બેસી જોયા કરે છે પણ તે કંઈ કરી શક્તાં નથી તો બીજા તે કેણ દુઃખ દૂર કરી શકે?
णीया अस्था देहा-, दिया य संगा ण कस्स इह होति । परलोग मुणिता, जदि वि दइत्तति ते सुख ॥ १७५० ॥
પરલેક જતી વખતે જીવની સાથે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, દહાદિક પરિગ્રહ કઈ સાથે જતું નથી. આ જીવે એ બધાંની સાથે બહુ પ્રીતિ કરી છે પણ નિરર્થક છે, કેઈ સાથે રહેતું નથી. होऊण अरी वि पुणो, मित्तं उवकारकारणा होइ । पुत्तो वि खणेण अरी, जायदि अवयारकरणेण ।। १७६१ ।। तम्हा ण कोइ कस्सइ, सयणो व जणो व अस्थि संसारे । कजं पडि हुति जगे, णीया व अरी व जीवाणं ।। १७६२॥
ઉપકાર કરવાથી શત્રુ હોય તો પણ મિત્ર થઈ જાય છે. અપકાર કરવાથી પુત્ર હોય તો પણ શત્રુ થઈ જાય છે. તેથી આ સંસારમાં કઈ કઈને શત્રુ કે મિત્ર છે નહિ. સ્વાર્થવશે જગતમાં શત્રુ અને મિત્ર થઈ જાય છે.
जो जस्स वदृदि हिदे, पुरिसो सो तस्स बंधवो होदि । जो जस्स कुणदि अहिदं, सो तस्स रिवृत्ति णायव्वो ॥१७६३ ॥
જે જેનું હિત કરે છે તે પુરુષ એને બાંધવ—મિત્ર થઈ જાય છે. જે જેનું અહિત કરે છે તે તેને શત્રુ થઈ જાય છે.
(૭) શ્રી પૂજ્યપાદસ્વામીકૃત ઇષ્ટપદેશમાંથી - वपुगृहं धनं दाराः पुत्रा मित्राणि शत्रवः । मृढसर्वथान्यस्वभावानि : स्वानि प्रपद्यते ॥ ८॥