________________
૨૧
શરીર, ધર, ધત, સ્ત્રી, પુત્ર, મિત્ર અને શત્રુ એ સર્વ અન્ય સ્વભાવવાળાં છે, આત્માના સ્વભાવથી જુદાં છે છતાં મૂઢ અજ્ઞાની પુરુષ તેને પોતાનાં માની લે છે. . दिदेशेभ्यः खगा एत्य संवसति नगे नगे। स्वस्वकार्यवशायांति देशे, दिक्षु प्रगे 'प्रगे ॥९॥
સંધ્યા સમયે ભિન્ન ભિન્ન દેશોમાંથી આવી પક્ષીસમૂહ વૃક્ષ ઉપર રાતવાસો રહે છે અને સવારમાં પોતાના કાર્યવશ ભિન્ન ભિન્ન દિશાઓમાં ઊડી જાય છે. તેવી રીતે આ કુટુંબિજને છે તે કઈ કેઈનું સગું નથી.
एकोऽहं निर्ममः शुद्धो, ज्ञानी योगीन्द्रगोचरः । હ્યિ: સંચો ના માવા, મત્ત સર્વેડો સર્વથા છે ૨૭ ||
હું એક છું, એકલું છું, મારું કઈ નથી, હું શુદ્ધ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, ચાગીઓએ અનુભવ્યું છે તેવો છું, કર્મના સંચાગથી ઉત્પન્ન ભાવે મારાથી સર્વથા ભિન્ન છે. न मे मृत्युः कुतो भीतिर्न में व्याधिः कुतो व्यथा । नाहं बालो न वृद्धोऽहं म युवैतानि पुरले ।। २९ ॥
હું આત્મા છું. મારું મરણ નથી તે મને મરણને ભય? • મને રોગ વ્યાધિ નથી તે મને પીડા શાની? હું બાલક નથી, હું વૃદ્ધ નથી, હું યુવાન નથી. આ સર્વ પુગલમય શરીરની અવસ્થાઓ છે. હું તે તે બધાથી ભિન્ન છું. स्वस्मिन्सदभिलाषित्वादमीष्टज्ञापकत्वतः । स्वयं हितप्रयोक्तृत्वादात्मैव गुरुरात्मनः ॥ ३४ ॥
આત્મા પોતે જ આત્માને સાચો ગુરુ છે, કારણ કે પિતાનામાં જ પિતાનું હિત કરવાની ઈચ્છા ઉદ્દભવે છે, પોતે જ પોતાના હિતને જાણે છે. પોતે જ પોતાને હિત સાધનમાં પ્રેરણા કરે છે.