________________
S૦૯
ઔદારિક આદિ શરીર, ધનધાન્યાદિક, ઇષ્ટ અનિષ્ટ પાંચ ઇંદ્રિયોનાં સુખદુઃખ અને શત્રુમિત્ર આદિ લેક કેઈ પણ આ જીવનાં નથી. એ સર્વ નાશવંત છે પણ જીવ જ્ઞાનદર્શન સ્વરૂપ અવિનાશી દ્રવ્ય છે. . (૪) શ્રી કુંદકુદસ્વામીકૃત ભાવપાહુડમાંથી—
एगो मे सस्सदो अप्पा णाणदसणलक्खणो । सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ॥ ५९ ॥
મારો આત્મા એકલે છે, શાશ્વત અવિનાશી છે, જ્ઞાનદર્શન લક્ષણવંત છે, રાગાદિ સર્વ બાલ ભાવે મારા નથી, તે સર્વ કર્મના સચોગથી ઉત્પન્ન થયા છે.
कत्ता भोइ अमुत्तो सरीरमित्तो अणाइनिहणो य । दसणणाणुवओगो णिहिट्ठो जिणवरिंदेहिं ।। १४८ ।।
આ જીવ નિશ્ચયથી પિતાના સ્વભાવ પરિણામને કતાં છે અને તે સ્વભાવ પરિણામને ભોક્તા છે, અમૂર્તિક છે. શરીર પ્રમાણ આકારવાળે છે, અનાદિ અનત છે, દર્શન અને જ્ઞાન ઉપગવંત છે એમ શ્રી જિનેન્દ્ર ભગવાને દર્શાવ્યું છે.
(૫) શ્રી કુંદકુંદસ્વામીકૃત એક્ષપાહુડમાંથી - दुट्टकम्मरहियं अणोवमं णाणविग्गहं णिचं । सुद्धं जिणेहिं कहियं अप्पाणं हवइ सद्दव्वं ॥ १८ ॥
આ આત્મા એક સત્ દ્રવ્ય છે, દુષ્ટ આઠ કર્મોથી રહિત છે, અનુપમ છે, જ્ઞાનાકાર છે, અવિનાશી છે, અને શુદ્ધ છે એમ જિને કહ્યું છે. सिद्धो सुद्धो आदा सव्वण्हू सव्वलोयदरसी य । सो जिणवरेहिं भणियो जाण तुमं केवलं गाणं ॥ ३५ ।।