________________
૨૦૭
લેશ પણ જ્ઞાનેપગે છે નહિ, ક્રોધમાં ક્રોધ છે, ઉપગમાં ક્રોધ નથી. ક્રોધ ભિન્ન છે, આત્મા ભિન્ન છે.
अट्टवियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो। ' उवओगम्मि कम्म णोकम्मं चोवि णो अस्थि ॥ १८९ ॥'
આઠ પ્રકારનાં દ્રવ્ય કર્મમાં કે શરીરાદિનકર્મમાં પણ શાનેપગી આત્મા છે નહિ. જ્ઞાને પયોગી આત્મામાં કર્મ કે કર્મ એનહિ,
(૩) શ્રી કુંદકુંદાચાર્યના પ્રવચનસારમાંથી – णाहं देहो ण मणो ण चेव पाणी ण कारणं तेसि । कत्ता ण ण कारयिदा अणुमंता णेव कत्तीणं ।। ६८ ।।
નિશ્ચયથી હું આત્મા એક છું, હું દેહ નથી, હું મને નથી, હું વચન નથી, હું મન, વચન અને કાયાનું કારણ પણ નથી, હુએને કર્તા નથી, હું કરાવનાર નથી, હું એના કરનારને અનુમોદનાર નથી.
णाहं होमि परेसिं ण मे परे सन्ति णाणमहमेक्को । इदि जो झायदि झाणे सो अप्पाणं हवदि झादा ।। ९९ ॥
નિશ્ચયથી શાની જાણે છે કે હું શરીરાદિકને નથી તેમ શરીરાદિ મારાં નથી. હું તે એક છું, જ્ઞાનસ્વરૂપ શુદ્ધ છું, એવું ધ્યાન રે ધ્યાવે છે તે આત્મધ્યાની હોય છે. एवं णाणप्पाणं दंसणभूदं अदिदियमहत्थं । धुवमचलमणालंबं मण्णेऽहं अप्पंग सुद्धं ॥ १० ॥
હું પિતાના આત્માને એવો માનું છું કે આ આત્મા પરભાવેથી રહિત નિર્મળ છે, નિશ્ચલ એક સ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, દર્શનસ્વરૂપ છે, અતીન્દ્રિય છે, મહાન પદાર્થ છે, નિશ્ચળ છે, પરદગ્યના અવલંબનથી રહિત છે.
देहा वा दविणा वा सुदुक्खा वाध समित्तजणा । जीवस्स ण संति धुवा धुवोवओगप्पगो अप्पा ॥ १०१ ॥