________________
૧૦૭
કઈ પ્રાણી વિષ ખાય તો તેની વેદનાથી એક જ જન્મમાં કષ્ટથી મરે છે. પરંતુ જે પ્રાણીઓએ ઇન્દ્રિયના ભાગરૂપી વિષનું પાનકર્યું છે તે આ સંસારવનમા વારંવાર ભમ્યા કરે છે, વારંવાર મરે છે
णरएसु वेयणाओ तिरिक्खए माणुएस दुक्खाई। देवेसुवि दोहरगं लहंति विसयासत्ता जीवा ।।२३।।
જે જે વિષયભોગમા આસક્ત છે તે નરકગતિમાં ઘેર વેદનાઓને, તિચિ અને મનુષ્યગતિમાં દુઓને અને દેવગતિમાં દુર્ભાગ્યને પ્રાપ્ત કરે છે.
आदेहि कम्मगंठी जा बद्धा विसयरागरागेहिं । तं छिदंति कयत्था तवसंजमसीलगुणेण ॥२७॥
આ આત્માએ ઈન્દ્રિયોગોમાં રાગ કરવાથી જે કર્મની ગ્રંથી. બાંધી છે તેને કૃતાર્થ પુરુષ તપ, સયમ, શીલાદિ ગુણોથી છેદી નાંખે છે.
(૫) શ્રી સ્વામી મૂલાચાર દ્વાદશાનુપ્રેક્ષામાં કહે છે - दुग्गमदुल्लहलामा भयपउरा अप्पकालिया लहुया । कामा दुक्खविवागा असुहा सेविजमाणावि ॥३२॥
ઇન્દ્રિય સબધી કામભેગો બહુ મુશ્કેલીથી અને પરિશ્રમથી મળે છે, તે જતા રહેવાને ઘણે ભય રહે છે. બહુ જ અલ્પકાળ રહેવાવાળા છે, અસાર છે તથા કર્મબંધ કરાવનાર દુઃખરૂપી ફળને આપનાર છેઅને તેથી સેવન કર્યા છતાં પણ અશુભ અને હાનિકારક છે.
अणिहुदमणसा एदे इंदियविसया णिगेण्हिदुं दुक्खं । मंतोसहिहीणेण व दुठ्ठा आसीविसा सप्पा ॥४२॥
જ્યા સુધી મનને રેકીએ નહિ ત્યા સુધી ઈનિને રિકવી. ઘણું કઠણ છે. જેમ મંત્ર અને ઔષધ વિના દુષ્ટ આશીવિષ જાતિને. સપ વશ કરી શકાતો નથી.
धित्तेसिमिंदियाणं जेसि वसदो दु पावमज्जणिय ! पावदि पावविवागं दुक्खमणत्तं चउग्गदिसु ॥४३॥