________________
૧૩૬
ખારાપણું છે, સાકરમાં સર્વાગ મિઠાશ છે, પાણીમાં સર્વાગ પ્રવાહીપણું છે, અગ્નિમાં સર્વાગ ઉષ્ણતા છે, ચંદ્રમામાં સર્વાગ શીતળતા છે, સૂર્યમાં સર્વાગ તાપ છે, સ્ફટિકમાં સર્વાગ નિર્મળતા છે, ઘીમાં સર્વાગ ચિકાશ છે, રેતીમાં સર્વાગ કરકરાપણું છે, જોઢામાં સર્વાગ ભારેપણું છે, રૂમાં સર્વાગ હલકાપણુ છે, અત્તરમાં સર્વાગ સુગંધ છે, ગુલાબના કૂલમાં સર્વાગ સુવાસ છે અને આકાશમાં સર્વાગ નિર્મળતા છે તેમ આત્મામાં સર્વાગ સુખ છે સુખ એ આત્માને અવિનાશી ગુણ છે. આત્મા ગુણી છે. ગુણી આત્મામાએ સુખ ગુણ સર્વાગતાદાભ્યરૂપ છે.
જેમ મીઠાની કાંકરી જીભદ્વારા આત્માના ઉપયોગમાં ખારાપણાના સ્વાદને બધ કરાવે છે, સાકરની કાંકરી ઉપયોગમાં મીઠા શને બેધ કરાવે છે તેમ આત્માના સ્વભાવને એક સમય માત્રને પણું અનુભવ સહજસુખનું જ્ઞાન કરાવે છે. પરમાત્મા સહજસુખની પૂર્ણ પ્રગટતાથી જ પરમાનંદમય અનંત સુખી છે. અનંતા સિદ્ધો આ સહજસુખના અનુભવસ્વાદમાં એવા મગ્ન છે કે જેમ ભ્રમર કમળ પુષ્પની ગંધમાં આસક્ત હોય છે. સર્વ અરિહંત કેવળી આજ સહજ સુખના સ્વાદને અનુભવ કરે છે, પાંચ ઈદ્રિ અને મનનું અસ્તિત્વ છતાં પણ તેને ઉપયોગ કરતા નથી. એક ક્ષણ પણ આ આનંદપૂર્ણ અમૃતના રસપાનને ત્યાગતા નથી. સર્વ સાધુ આજ રસના રસિયા થઈ સહજસુખના આસ્વાદને માટે મનને સ્થિર કરવાના કારણે પરિગ્રહનો ત્યાગ કરી પ્રાકૃતિક (કુદરતી) એકાંત વન, ઉપવન, પર્વત, ગુફા, નદીતટનું સેવન કરે છે. જગતના પ્રપોથી અને આરંભ પરિગ્રહથી વિમુખ થઈ, પાંચ ઈકિની તુણાની બળતરાને ઉપશમાવી પરમ રુચિપૂર્વક આત્મિક સ્વભાવમાં પ્રવેશી સહજસુખનું પાન કરે છે. તથા આ જ સુખમાં મગ્ન-લીન થઈ વીતરાગતાની તીવ્ર જવાલાઓથી કર્મ ઈધનને બાળી ભસ્મ કરે છે, પિતાના આત્માને શુદ્ધ નિર્મળ કરવા માટે હંમેશ સાધના કરે છે.