________________
અનુભવ અભ્યાસ સુખ રાશિ રિમિ, ભય નિપુણ તારણતરણ પૂર પ્રકાશ નિહચલ નિરખિ, બનારસી વંદન ચરણું.
ગા. ૫૯. અ. ૧૦ અનાદિ કાળથી જીવને કર્મને સોગ છે તેથી જીવ સહજે મિથ્યાત્વ-અજ્ઞાનસ્વરૂપને ધારે છે. રાગ અને દ્વેષભાવની પરિણતિથી, પિતાના અને પરના સ્વરૂપને-ભેદને જાણતો નથી. જ્યારે મિથ્યાત્વરૂપી અંધકાર વિલય થાય છે ત્યારે સમ્યકત્વરૂપી ચંદ્રમાને ઉદય. થાય છે. તે જ્ઞાન પ્રકાશથી રાગદ્વેષ એ કંઈ આત્મ પદાર્થ નથી એમ જાણે છે અને ક્ષણમાં રાગદ્વેષ નાશ પામે છે. આત્માનુભવના અભ્યાસ-- રૂપ સહજસુખમાં રમણતા કરે છે તેથી આત્મા તે જ પૂર્ણ પરમાત્મા તરણતારણ થાય છે. પરમાત્માનું એવું નિશ્ચલસ્વરૂપ જ્ઞાનથી જાણું બનારસીદાસ તેના આત્માના ચરણોમા વદના કરે છે.
છપાઈ: પ્રગટ ભેદવિજ્ઞાન, આપણુણ પરગુણ જાને,
પર પરણતિ પરિત્યાગ, શુદ્ધ અનુભૌ થિતિ ઠાને, કરિ અનુભૌ અભ્યાસ, સહજ સવર પરકાસે,
આશ્રવાર નિરેિધી, કર્મધન તિમિર વિનાસે; ક્ષય કરિ વિભાવ સમભાવ ભજિ, નિરવિકલ્પ નિજ પદ ગહે, નિર્મલ વિશુદ્ધ શાશ્વત સુથિર, પરમ અતીન્દ્રિય સુખ લહે.
ગા. ૧૧ અ. ૬ ભેદ વિજ્ઞાનના પ્રગટપણાથી પ્રત્યક્ષ આત્મા અને પર-દેહાર્દિક પુદગલના સ્વરૂપને જાણે છે. પરપદાર્થમાં મમતારૂપ પર પરિણતિને પરિહરી શુદ્ધાત્માનુભવમાં સ્થિત થાય છે. શુદ્ધાત્માનુભવના અભ્યાસથી સહજ સ્વભાવરૂપ સંવર પ્રગટે છે. સંવર પ્રગટવાથી આશ્રવના સર્વ દ્વાર-મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને ગ–એનો નિષેધ કરે છે અને કર્મરૂપી વાદળાના અંધકારનો વિનાશ થાય છે. રાગાદિ.