________________
૧૮૮
મૃત્યુ પછી સમ્યગૃષ્ટિ સ્વર્ગમા દેવ થશે, પરંતુ મિથ્યાદષ્ટિ તિર્યંચ ગતિમાં પશુઆદિકે નરકમાં નારકી થશે. કુટુંબમાં સર્વ માણસો પિતા પોતાના સ્વાર્થના સગા છે, જ્યા સુધી પોતાનો સ્વાર્થ સધાતે જાણે છે ત્યાં સુધી સૌ સનેહ કરે છે. જ્યારે સ્વાર્થ સધાત જણાતે નથી ત્યારે સ્નેહ છોડી દે છે. જે સ્વાર્થ મા કઈ આડ આવે છે તો તે બધુ કે મિત્ર શત્રુ થઈ જાય છે. પુત્ર પિતાની સેવા પિતાના શારીરિક સુખને અર્થે કરે છે. પિતા પુત્રનું પાલન એવી આશાથી કરે છે કે “વૃદ્ધાવસ્થામાં આ મારી રક્ષા કરશે ?
સ્ત્રી પોતાના પતિને પિતાના શરીરના પાલન કરનાર અને જીવનના સહાયક જાણું તેના પ્રત્યે સ્નેહ કરે છે. પતિ સ્ત્રી પ્રત્યે ગૃહકાર્ય, આદિ હેતુએ સ્નેહ કરે છે. સ્ત્રી જે પતિને રસોઈ બનાવી આપે, ઘરનું કામ ન કરે, તે પતિને સ્નેહ જતો રહે છે; પતિ જે સ્ત્રીને ભેજન, વસ્ત્ર, આભૂષણ ન આપે, તેની રક્ષા ન કરે, તે સ્ત્રીને સ્નેહ પતિ પ્રત્યેથી પલાયન કરી જાય છે. જે વૃદ્ધ પિતા ઘરનું કામકાજ કરી શકતો નથી, તેમ તેની પાસે ધન પણ નથી તેના પ્રત્યેથી કુટુંબીઓને પ્રેમ જતો રહે છે. તેમના અંતરના ભાવો એવા રહે છે કે આ નકામો છે, એ ન જીવે તો સારું થાય. પ્રીજનવશ સ્વામી સેવક પ્રત્યે સ્નેહ કરે છે. સેવક સ્વામી સાથે સ્વાર્થના હેતુથી સ્નેહ રાખે છે. આખા જગતને વ્યવહાર સ્વાર્થ અને પર
સ્પર ઉપયોગી થવા અવલ બે છે. ખેડૂત ખેતી કરી રાજાને કર આપે છે ત્યારે રાજા ખેડૂતોની રક્ષા કરે છે મુનીમ શેઠનું કામ કરે છે ત્યારે શેઠ પગાર આપે છે, જે તે નકર પાસેથી કામ ન લેવાય કે તે ન આપે તે એક દિવસ પણ શેઠ મુનીમને રાખવા ઈચ્છતા નથી. જે શેઠ પગાર ન આપે તો મુનીમ શેઠનું કામ છોડી દે છે. એક માતાના ગર્ભમાં આળોટેલા સગાભાઈ પણ એકબીજાની સંપત્તિને પડાવી લેવાના કારણે શત્રુ બની જાય છે.