________________
નિશ્ચયથી હું એક જ છું, મારું કોઈ નથી, હું શુદ્ધ છું, જ્ઞાન દર્શન લક્ષણવંત છું, શુદ્ધભાવની એકતાથી અનુભવ કરવા યોગ્ય છું. એમ જ્ઞાની સદા ચિંતવન કરે છે.
मणिमंतोसहरक्खा हयगयरहओ य सयलविजाओ। जीवाणं ण हि सरणं तिसु लोए मरणसमयम्हि ॥८॥
મૃત્યુના સમયે, મણિ, મત્ર, ઔષધી, રક્ષકે, ઘડા, હાથી, રથ અને સકલ વિદ્યાઓ એ કઈ પણ જીવને મરણથી બચાવી શકતાં નથી.
जाइजरमरणरोगभयदो रक्खेदि अप्पणो अप्पा । तम्हा आदा सरणं बंधोदयसत्तकम्मवदिरित्तो ।।१।।
જન્મ, જરા, મરણ, રોગ અને ભયથી આત્મા પોતે જ પિતાની રક્ષા કરી શકે છે, તેથી બ ધ, ઉદય અને સત્તારૂપ કર્મોથી મુક્ત શુદ્ધ આત્મા જ શરણરૂપ છે, રક્ષક છે.
વાણા સિદ્ધા સરિયા વાયા સહુ પૈવાદી ! ते वि हु चेदि जला तम्हा आदा हु मे सरणं ॥१२॥
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચે પરમેષ્ઠી આત્માને જ અનુભવ કરે છે (આત્મારૂપ છે. તેથી મારે પણ એક મારે આત્મા જ શરણ છે.
सम्मत्तं सण्णाणं सच्चारित्तं च सत्तवो चेव । चउरो चेदि आदे तम्हा आदा हु मे सरणं ॥१३॥
સમ્યગુદર્શન, સમ્યગાન, સમ્યારિત્ર અને સમ્યફતપ એ ચારે આત્માના ધ્યાનથી સિદ્ધ હોય છે (ચારે આત્મામાં જ છે) તેથી એક મારો આત્મા જ શરણ છે. .
(ર) શ્રી કુંદકુંદાચાર્યકુત સમયસારમાંથી –.