________________
૨૦૨
* પ્રત્યેક જીવ એકલે છે, ભિન્ન છે, સ્વતંત્ર છે, સ્વાધીન છેપરના સોગથી મુક્ત એવા જીવના એકત્વનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એમ જણાય છે કે પ્રત્યેક જીવ તદ્દન એકલે છે, સ્વભાવથી એક છવામાં નથી બીજો જીવ, નથી કેઈ પરમાણુ કે સ્કંધ નથી કેઈ કર્મ, નથી કે પુણ્ય, નથી કેાઈ પાપ, નથી રાગ, નથી ઠેષ, નથી મેહ, નથી સાંસારિક સુખ કે દુઃખ, નથી શુભભાવ, નથી અશુભભાવ, નથી એકે ક્રિયપણું, નથી બે ઈક્રિયપણું, નથી ત્રણે ક્રિયપણું, નથી ચૌરેલિપણું, નથી પચેદિયપણું, નથી તિર્યચપણું, નથી નારકીપણું, નથી દેવપણુ, નથી મનુષ્યપણું, નથી સ્ત્રીપણું, નથી પુરુષપણું, નથી નપુસકપણ, નથી બાળકપણું, નથી યુવાનપણું, નથી વૃદ્ધપણું, નથી બ્રાહ્મણપણું, નથી ક્ષત્રિયપણું, નથી વૈશ્યપણુંનથી શકપણું, નથી છુપણું, નથી આર્યપણ, નથી લઘુતા, નથી ગુરુતા, નથી સાધુત્વ, નથી ગૃહસ્થત્વ, નથી બંધત્વ, નથી અબંધત્વ. પ્રત્યેક જીવ બધાથી ભિન્ન, શુદ્ધ, જ્ઞાતા, દષ્ટા, વીતરાગ, આનંદમય, સિદ્ધ પરમાત્માની સમાન છે. સિદ્ધ પરમાત્મા અનેક છે. તે સર્વે પિતપતાની સત્તાથી ભિન્ન ભિન્ન છે અને પેતપતાના જ્ઞાનાનંદને ભિન્ન ભિન્ન અનુભવ કરે છે. તે સ્વરૂપથી સમાન હવા છતાં સત્તાથી સમાન–એક નથી. જીવનું એકત્વ તે તેને શુદ્ધ નિજસ્વભાવ છે એમ નિશ્ચય કરવો જોઈએ. પરમાણુ માત્ર પણ કઈ અન્ય દ્રવ્ય, કેઈ અન્ય જીવ કે કેઈ અન્ય ઔપાધિકભાવ આજીવના છે નહિ. આ જીવ રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ ને શરીરાદિ કર્મથી ભિન્ન છે. એ તદ્દન જુદે સ્વતંત્ર છે.
Every soul is quite distinct and independent being.
પ્રત્યેક આત્મા તદ્દન ભિન્ન, પ્રગટ સત્તાવંત સ્વતંત્ર દ્રવ્ય છે. . અશુદ્ધાવસ્થામાં પણ પ્રત્યેકને એકલાને જ જગતમાં વ્યવહાર. કરવો પડે છે, પ્રત્યેક પિતાની હાનિ કે લાભને સ્વયં જવાબદાર છે.