________________
હાથમાં હાથીના બરાબર, ઊંટમાં ઊંટના બરાબર, ઘોડામાં જોડાના બરાબર, બળદમાં બળદ સમાન, બકરામાં બકરાના બરાબર, કુતરામાં કૂતરાના બરાબર, ઉંદરમાં ઉદરના બરાબર, સપમાં સપના બરાબર, નળિયામાં નેળિયાના બરાબર, કબુતરમાં કબુતરના બરાબર, ભ્રમરમાં ભ્રમરના બરાબર, કીડીમાં કીડીના બરાબર, ઈયળમાં ઈયળની બરાબર, વૃક્ષમાં વૃક્ષના બરાબર ઈત્યાદિ જેવું શરીર હોય છે તે પ્રમાણે આ જીવ સંકેચીને કે વિસ્તારીને નાના કે મેટા આકારે થઈ જાય છે. તો પણ સર્વ વિશ્વમાં ફેલાવાની શક્તિ એમાં છે. સ્વભાવની અપેક્ષાએ લોકવ્યાપી છે પરંતુ શરીરના સંબંધથી શરીર પ્રમાણુ થઈ રહે છે. નામકર્મને કારણે સંકોચ કે વિસ્તારને પ્રાપ્ત થાય છે.
એવા અમૂર્તિ, જ્ઞાનાકાર, જ્ઞાનસ્વરૂપ, વીતરાગ, આનંદમય છો પિતપોતાના એકત્વથી, પોતપોતાની સત્તાથી ભિન્ન ભિન્ન રહે છે. એક જીવને બીજા જીવ સાથે કોઈ સંબંધ નથી. જેમ ઘઉંના દશ કોડ દાણુ એક સ્થાને રાખેલા છે. ઘઉંને પ્રત્યેક દાણે જુદા જુદે છે. ઘઉંના ગુણેની અપેક્ષાએ ઘઉંના બધા દાણા સમાન છે છતાં દરેકની સત્તા જુદી જુદી છે. ઘઉનો વેપારી તે દશ ક્રોડ દાણામાંથી કેઈને પ૦૦, કેઈને ૧૦૦૦, કેઈને ૧૦૦૦૦, કેઈને ૧૦૦૦૦૦ દાણાઓ વેચે છે. લેવાવાળા કઈ છેડે લેટ બનાવે છે, કઈ વધારે લેટ બનાવે છે, લેટની રોટલી, પૂરી બનાવે છે, ખાય છે, તે ખાધેલા ઘઉંના દાણાનું લેહી, રસ, મલ આદિ બને છે.
જ્યારે ઘણા ઘઉં લેટના રૂપમાં માટલામાં ભરેલા રહે છે, કેટલાક ઘઉંના સ્વરૂપમાં રહે છે. જે દેશે ક્રેડ ઘઉંની એક જ સત્તા હોય તો
જ્યાં એક દાણે જાય ત્યાં બીજો દાણે પણ જાય. એક દળાય તે બીજો પણ દળા જોઈએ. એક ચવાય તે બીજે પણ ચવા જોઈએ. પણ તેમ બનતું નથી. ઘઉંના સ્વભાવની અપેક્ષાએ દશ ક્રોડ ઘઉંના દાણુ સમાન છે તે પણ દરેક ઘઉને દાણો પોતપોતાની ભિન્ન ભિન્ન સત્તાવાળા છે. એ પ્રમાણે સર્વ જીવ પેત પિતાની