________________
૧૯૮
આથી એ સિદ્ધ થાય છે કે આ જીવ નથી કેધી, નથી માની, નથી માયાવી, નથી લેભી, નથી કામી, નથી ભયભીત, નથી શેકવત, નથી રાગી, નથી દેવી, નથી મહી, નથી દયાદાન કરનાર, નથી પૂજાપાઠ કરનાર, નથી સ્વાધ્યાય કરનાર, નથી ગુરુસેવા કરનાર, આ સર્વ તે પ્રપંચજાળ છે. જીવ તો સર્વ પ્રકારે વિકાર, ચિંતા કે સંકલ્પ વિકલ્પથી રહિત પૂર્ણ વીતરાગ સિદ્ધ સમાન છે.
આ જીવ જ્ઞાની છે. જ્ઞાન એને રવભાવ છે. પ્રત્યેક આત્મામાં જ્ઞાનની પૂર્ણ શકિત વિદ્યમાન છે. જેવા પરમાત્મા સિદ્ધ ભગવાન સર્વજ્ઞ છે તેવા પ્રત્યેક જીવ સ્વભાવથી સર્વત્ર સ્વરૂપ છે. પરંતુ જે જ્ઞાનનું ન્યૂનપણુ સસારી છોમાં જણાય છે તે જ્ઞાનને આવરણ કરનાર કર્મના સાગથી છે. સૂર્યને સ્વભાવ પૂર્ણ સ્વપરપ્રકાશક છે. જે વાદળોનું વધારે ગાઢ આવરણ હેય તે ઓછે પ્રકાશ ઝલકે છે, ઓછુ આવરણ હોય તો વિશેષ પ્રકાશ ઝલકે છે, તેથી પણ ઓછું આવરણ હોય તે તેથી પણ વિશેષ પ્રકાશ ઝલકે છે. સૂર્યને પ્રકાશ તે એકરૂપ છે છતા વાદળના વધારે કે ઓછા આવરણની અપેક્ષાએ પ્રકાશના અનેક ભેદ થઈ જાય છે. તેવી રીતે જ્ઞાનને પ્રકાશ એકરૂપ છે. તેના ઉપર જ્ઞાનાવરણ કર્મનું પડ અનેક પ્રકારનું હોવાથી કેઈ છવમાં ઓછું તો કઈ જીવમાં વધારે જ્ઞાન પ્રકાશે છે. તદ્દન
સ્વચ્છ પાણીમાં એવી નિર્મળતા હોય છે કે તેમાં પોતાનું મોઢું દેખાય, પરંતુ જો પાણીમાં વધારે માટી મળેલી હશે તો ઓછી નિર્મળતા હશે. ઓછી માટી મળેલી હશે તો વધારે નિર્મળતા પ્રકાશશે. એવી રીતે નિર્મળ આત્મામાં વિશ્વના સર્વ જાણવા યોગ્ય પદાર્થો પ્રકાશિત થાય છે પરંતુ જેનામાં જેટલું વધારે કે ઓછું જ્ઞાન : છે તેનામાં તેટલું ઓછું કે વધારે કર્મનું આવરણ છે.
દિરેક જીવને સ્વભાવ જ્ઞાનમય છે. વિદ્યાભ્યાસથી કે પરના ઉપદેશથી જે જ્ઞાન વધારે પ્રકાશે છે તે અંતરનો અંધકાર મટવાથી , વધે છે. કયાંક બહારથી જ્ઞાન આપવામાં આવતું નથી કે લેવામાં