________________
સફેદ રહે, અને સ્ફટિક મણિ સ્વચ્છ ચમકદાર રહે તેમ ક્રોધાદિ સંગ રહિત જીવ સ્વચ્છ નિર્મળ સ્વભાવભૂર્ત રહે. * એ પ્રકારે મેહનીય કર્મના અનેક ભેદ છે. તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર, મંદ, મંદતર, મંદતમ વિપાક કે ફળના સાગથી જેમ નાના પ્રકારનાં મોહિનીય કર્મનાં ફળ હોય છે, તેમ એાછી વતી ઉપાધિ, મેલ કે દેષ જીવમાં દેખાય છે, જે મેહનીય કમીને સોગન હેય તે છવ નિજ વીતરાગ નિરાકુળ ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આવ, ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય સ્વભાવમાં જ પ્રકાશિત રહે અર્થાત પરમ શાંત રહે. જેવી શાંતિ આ જીવન સ્વસ્વભાવમાં છે તેવી શાંતિ નથી તે ચંદનમાં, નથી મતીની માળામાં, નથી અગર કે કપૂરમાં, નથી ચંદ્રની ચાંદનીમાં, નથી બરફમાં, નથી ઠંડા પાણીમાં, નથી ગગાના જળમાં, નથી ક્ષીર સમુદ્રના જળમાં, નથી કેવડાના વનમાં, નથી કમળના બગીચામાં, નથી નંદન વનની વાટિકામાં, નથી સૂર્યના તાપથી બચેલી કેઈ ઠંડી પૃથ્વીમાં.
એ પ્રકારે એમ નિશ્ચય કર જોઈએ કે જેટલા આ તીવ્ર ક્રોધાદિકરૂપ ભાવે છે તે પણ આ જીવન સ્વભાવભૂત નથી, તે સર્વ મેહનીય કર્મના સંગે દેખાતા મેલરૂપ છે. આત્માથી સદંતર અન્ય છે. આ મેહનીય કર્મના વિપાકથી સંસારી જેમાં બે પ્રકારના ભાવ હોય છે. એક અશુભ ભાવ અને બીજો શુભ ભાવ (Bad thought activity & Good thought activity–ખરાબ વિચારની વિચારણા અને સારા વિચારેની વિચારણા.) અશુભ ભાવનાં દૃષ્ટાંત –હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, પરિગ્રહની મૂછ, જુગાર, માંસાહાર, મદિરાપાન, શિકાર રમે, વેશ્યાગમન, પરસ્ત્રીસંગ, તીવ્ર શેક તીવ્ર દુખ પર અપકાર, તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા અને તીવ્ર લેભ એ સર્વ ભાવો અશુભ ભાવ છે. જે જે કાર્યો કર