________________
૧૮૯
- આખા જગતનાં પ્રાણીઓ ઇકિયસુખના દાસ બની રહ્યાં છે. ઈયિસુખને સહાયક સામગ્રી પ્રાપ્ત કરવાનું કામ જેનાથી સધાય છે તેના પ્રત્યે તે સ્નેહ થઈ જાય છે અને જેનાથી વિષયભોગોમાં અંતરાય પડે છે તેના પ્રત્યે દ્વેષ ઉત્પન થઈ જાય છે. ઇન્દ્રિય વિષયના મેહને લઈને જગતમાં મિત્ર અને શત્રુઓ થાય છે. આખાય રાગદ્વેષને વિસ્તાર વિષયવાંછાને આધીન છે. “મારું શરીર છે એમ માનવું એ ભ્રમ છે, મિથ્યા છે કારણ કે આ શરીર એક ધર્મશાળા છે. ક્યાંકથી આવી આ જીવ એવા છે અને આયુષ્યકર્મ પૂરું થતાં તેને છોડવું પડશે. શરીર તે પુગલમય જડ છે, જ્યારે પોતે ચેતન આત્મા છે. શરીર પિતાનું કેમ થઈ શકે? આ પરિવાર મારે છે, એમ માનવું તે પણ મિથ્યા છેઆ સર્વ પરિવાર આ શરીરની સાથે સ બ ધ રાખે છે. આત્માને આ કઈ પરિવાર નથી. આત્માના કાઈ માતાપિતા નથી, કેઈ ભાઈ નથી, કઈ પતિ નથી, કઈ તેની શ્રી નથી, પુત્રી નથી; બહેન નથી, કેઈ તેને પુત્ર નથી, કાકાનથી, ભત્રીજો નથી આ સર્વ સબંધ શરીર સાથે છે. તે શરીર જ જ્યારે આપણું નથી તે આ અન્ય પરિવાર આપણે કેવી રીતે હોઈ શકે? આ ધન મારું છે, આ ગામ મારું છે આ ઘર મારું છે. આ બગીચા મારો છે, આ વસ્ત્ર મારું છે, આ અલંકાર મારા છે, આ વાહન મારુ છે. આ સર્વ માનવુ મિથ્યા છે એ સર્વને સંબધ શરીરની સાથે છે. શરીરના છૂટવા સાથે જ એને સબધ ટી જાય છે. એક ધનવાન જીવ મરીને એક ચડાલને ત્યાં અવતરે છે. એક ચંડલને જીવ મરીને ધનવાનને ત્યાં ઊપજે છે. દેવ મરીને કૂતરો થાય છે, કૂતરી મરીને દેવ થઈ જાય છે. આ બધાય શરીરના સંબધેભોગવિલાસ, કુટુંબપરિવાર, મકાન, બાગ, કૂવા, તલાવ ઇત્યાદિ શરીરની સાથે અહીં જ પડે રહે છે. આ જીવ પિતાના પાપ અને પુણ્ય કર્મને સાથે લઈ એકલે જ જાય છે. અને ક્યાંક બીજે જન્મ ધારણ કરે છે.