________________
૧૮૭
નથી. આ તે સામાન્ય નિયમ છે કે દરેક પ્રાણી પિતાનાં સુખ : અને દુઃખને ભોગવી રહ્યાં છે.
કેઈ ગૃહસ્થ પિતાના કુટુંબના હવશે, સ્ત્રી અને પુત્રાદિકના હવશે અન્યાય અને પાપથી ધનને સંગ્રહ કરે છે, પણ તે પાપ' પ્રવૃત્તિમાં તેના કુટુંબની અનુમોદનાન હોય તે તે પાપબંધ તે ગૃહસ્થ એકલાને જ થશે, બીજા જોકે સાથે છે, તે ધનને ભોગવટો કરે છે પરંતુ તેમના ભાવ પાપમય ન હોવાથી તે પાપના ફળને પામશે નહિ, એક કુટુંબમાં દશ માણસે છે. એક માણસ ચોરી કરી સો. રૂપિયા લાવે છે. પાચ માણસે તે તેને અનુમોદન આપે છે, પાંચ માણસ તેની નિદા કરે છે તે પાંચ તે પાપને કબધ બાંધશે અને બીજા પાંચ પુણ્યકર્મ બંધ બાંધશે. એક ઘરમાં બે ભાઈઓ છે. બને ભોગ્ય પદાર્થના સ્વામી છે. સ્ત્રીપુત્રાદિ સહિત છે. એક સમ્યફદષ્ટિ જ્ઞાની છે. તે એ બધાની મથે રહેવા છતાં જળકમળવત અલિપ્ત છે. ભેગોને રોગસમાન જાણી, વર્તમાને ઈચ્છાને રોકવાને અસમર્થ હાવાથી કડવી દવા લેવા સમાન ભોગને ભોગવે છે. અંતરમાં એવી ભાવના રાખે છે કે જ્યારે એ અવસર આવે કે આ વિષયવાસના મટે અને હું આ ભોગોને ન ભોગવતા દેવળ એક આત્મરસનું પાન કરું? એ જ્ઞાની આત્મા ભોગોને ભગવતે છતાં આસક્તભાવન હેવાથી બહુ અલ્પ કર્મબ ધ કરશે.
પરંતુ બીજો ભાઈ જે મિથ્યાષ્ટિ-અજ્ઞાની છે તેને ઉદ્દેશ જ સંસારના વિષયભોગને છે, સહજ આત્મિક સુખને જાણતો નથી, ઈદ્રિય સુખ સિવાય અન્ય કેઈ સુખને જાણ જ નથી, તેથી તે ગૃહસ્થના ભોગેને બહુ જ આસક્તિથી ભોગવશે. તે એમ ઇચ્છશે કે આ ભોગો સદા આવા જ રહે અને એવા વિશેષ ભોગ જીવન પર્યંત મળે અને પરલોકમાં પણ મળે. તેથી તે અજ્ઞાની તીવ્રકર્મના બંધ બધશે. એક ભાઈ બીજા ભાઈના પાપને ભાગીદાર થઈ શકતું નથી,