________________
૧૮૫
ઊરધી રીતિમ જિનેશકી પ્રતીતિ સુ,
કર્મનકી છતમેં અનેક સુખ ભાસ હૈ ચિદાનંદ ધ્યાવત હી નિજપદ પાવત હી,
દ્રવ્ય કે લખાવત હી, દેખ્યો સબ પાસ હૈ, વીતરાગ વાની કહે સદા બ્રહ્મ ઐસે ભાસ, સુખમેં સદા નિવાસ પૂરના પ્રકાશ હૈ. ૨૪
(સુબુદિચૌવીશી) સન્મતિના પ્રકાશમા, આત્માની રમણતામાં, આત્મસ્થિરતાના અભ્યાસમાં સમ્યફજ્ઞાન રહે છે. ઊંચી દશાની પ્રાપ્તિમાં શ્રી જિનેશ્વરની પ્રતીતિમાં, કમેને જીતવામાં અનત સહજસુખ રહેલું છે. ચિદાનંદનું ધ્યાન કરવાથી નિજપદ પમાય છે, દ્રવ્યનું સ્વરૂપ એળખાય છે અને તે પિતાનું પોતાની પાસે છે એમ સમજાય છે. એમ વીતરાગ પ્રભુ કહે છે તે પ્રકારે બ્રહ્મરૂપ આત્માને શાશ્વત અનંત, સહજસુખમા નિવાસ છે, પૂર્ણ સ્વરૂપે તે પ્રકાશમાન છે, એમ સમજ.
પાંચમે અધ્યાય
જીવનું એકત્વ
આ સંસારમાં આ જીવને એકલું ભ્રમણ કરવું પડે છે. દરેક જીવ એકલે જ જમે છે, એક જ મરે છે. એક વૃદ્ધાવસ્થાથી પીડાય છે, એટલે જ રોગી થાય છે. એટલે જ શોકગ્રસ્ત થાય છે, એક જ દુઃખી થાય છે એકલે સુખી થાય છે, એક જ પાપ અને પુણ્યકર્મ બાંધે છે અને એક જ તેનું સુખદુઃખ ફળ ભોગવે છે. પિતાની કરણીનો પિતે એકલો જ જવાબદાર છે. જે જીવ જે ભાવ