________________
જ્યારે ચેતન પિતાના વીર્યને (પુરુષાર્થને પ્રગટ કરી મિજ શુદ્ધાત્મ જ્ઞાનદષ્ટિથી પિતાના મને (અનત જ્ઞાનાદિ ચૈતન્યશક્તિ) જુએ છે ત્યારે તે સુખરૂપ, નિર્મળ, અવિનાશી અને જગતશિરોમણિ એવા ધર્મ (આત્મધર્મ) ને જાણે છે. તે શુદ્ધ ચિતન્યને અનુભવ કરે છે, સ્વભાવમાં રમણતા કરે છે અને સર્વ કર્મને દૂર કરે છે. આ પ્રકારે તે મુકિતમાર્ગની સાધના કરે છે તેથી તેને સહજ મુકિત સુખ શીધ્ર પ્રાપ્ત થાય છે.
સવૈયા ૩૩ રાગ વિષેધ ઉદે જબલ તબલાં, યહ છવ મૃષા મગ ધાવે, જ્ઞાન જ જબ ચેતનકે તબ, કર્મદશા પર રૂપ કહાવે; કર્મ વિલક્ષ કરે અનુભૌ તહાં, મેહમિથ્યાત્વ પ્રવેશ ન પાવે, મેહ ગયે ઉપજે સુખ કેવલ, સિહ ભય જગમાંહિ આવે.
ગા. ૫૮ અ ૧૦ જ્યાં સુધી અનતાનુબંધી રાગ અને દ્વેષનો ઉદય છે ત્યાં સુધી જીવ મિથ્યા માર્ગમા દેડ કરે છે. આત્માનું ઓળખાણ થવાથી જ્યારે ભેદવિજ્ઞાન પ્રગટે છે ત્યારે રાગદ્વેષ જનિત કર્મ દશાને પરપુગલરૂપ સમજે છે. કર્મથી ભિન્ન-વિલક્ષણ એવા આત્માને અનુભવ કરે છે ત્યાં મેહ અને મિથ્યાત્વ પ્રવેશ પામતાં નથી. મોહના ક્ષયથી કેવળજ્ઞાન–માત્ર -સહજસુખ પ્રગટે છે અને જીવ સિદ્ધિ થાય છે. પુનઃ આ સંસારમાં આવતું નથી.
છપ્પઈ: જીવ કર્મ સાગ, સહજ મિથ્યાત્વસ્વરૂપ ઘર,
રાગ દ્વેષ પરણતિ પ્રભાવ, જાને ન આપ ચાર તમ મિથ્યાત્વ મિટિ ગયે, ભયે સમકિત ઉધોત શશિ,
રાગ દેષ કછુ વરતુનાહિ,છિન માહિ ગયે નિશિ,