________________
૧૪૯
સમાધિ-ધ્યાનમાં આરાધના તે ત્રણ જગતના ગુરુ ભગવાનની થાય છે પ્રવૃત્તિ તે ઉત્તમ પુરુષએ પ્રશંસવાગ્ય છે; કષ્ટ તે માત્ર ભગવાનના ચરણોનું સ્મરણ કરવું એટલું જ છે. ખર્ચ માત્ર કર્મોની ઘણી નિર્જરા હોય છે એ જ છે, તેમાં કાળ કેટલું લાગે? બે જ ઘડી જેટલા થડા સમયમાં જ તે સિદ્ધ થાય છે. સાધન પણ માત્ર પિતાનું મન અને ફળ તે જુઓ મેક્ષનું સહજ અતીન્દ્રિય સુખ શાશ્વતકાળ સુધીનું છે. એને સમ્યફ પ્રકારે વિચાર કરે. સમાધિમાં કાંઈ કષ્ટ નથી પરંતુ સહજસુખને પરમ લાભ છે.
त्यजतु तपसे चक्रं चक्री यतस्तपसः फलं । सुखमनुपमं स्वोत्थं नित्यं ततो न तद्भुतम् ॥ इदमिह महच्चित्रं यत्तद्विषं विषयात्मकं । पुनरपि सुधोस्त्यक्तं भोक्तुं जहाति महत्तपः ॥१६५।।
ચકવન તપને માટે ચક્રરત્નને ત્યાગ કરે છે કારણ કે તપનું ફળ અનુપમ, આત્માથી ઉત્પન્ન (સ્વાધીન) શાશ્વત સહજસુખની પ્રાપ્તિ છે. આમા તે કંઈ આશ્ચર્ય નથી પરંતુ આશ્ચર્ય તો એ છે કે જે કઈ સુબુદ્ધિ ત્યાગેલા વિષસમાન વિષયસુખને પુનઃ ભોગવવા મહાન એવા તપને છોડી દે છે
सुखी सुखमिहान्यत्र दुःखी दुःख समश्नुते । सुखं सकलसंन्यासो दुखं तस्य विपर्ययः ॥१८७।।
આ લેકમાં સહજસુખ પામી જે સુખી છે તે પરલોકમાં સુખી રહે છે. જે અહીં તૃષ્ણાથી દુખી છે તે પરલોકમાં દુખી રહે છે. વસ્તુતઃ જ્યાં સર્વ પદાર્થોના મહને ત્યાગ છે ત્યાં સુખ છે. જ્યાં પરવસ્તુઓનું ગ્રહણ છે ત્યાં દુઃખ છે. ' • आत्मन्नामविलोपनात्मचरितैरासीदुरात्मा चिरं स्वात्मा स्याः सकलात्मनीनचरितैरात्मीकृतैरात्मनः ।। आत्मेत्यां परमात्मतां प्रतिपतन्प्रत्यात्मविद्यात्मकः । स्वात्मोऽस्थात्मसुखो निषीदसि लसन्नध्यात्ममध्यात्मना ।।१९३॥