________________
૧૬૨
સમ્યગ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણની એકતાએ મુક્તિનો માર્ગ છે. મોક્ષમાં જ અનંત સહજસુખ છે. તેથી મેક્ષને માટે પ્રયત્ન કરવો જોઈએ.
अजमेकं परं शान्तं सर्वोपाधिविवर्जितम् । आत्मानमात्मना ज्ञात्वा तिष्टेदात्मनि यः स्थिरः ॥ १८ ॥ स एवामृतमार्गस्थः स एवामृतमश्नुते । स एवार्हन् जगन्नाथः स एव प्रमुरीश्वरः ॥ १९ ॥
જે કાઈ જન્મરહિત, એક સ્વરૂપ, ઉત્કૃષ્ટ, શાંત અને સર્વ રાગાદિ ઉપાધિઓ રહિત આત્માને આત્માદારા જાણી આત્મામાં સ્થિર થાય છે તે સહજાનંદમય મોક્ષમાર્ગે ચાલનાર છે, તે જ સહજાનદમય અમૃતને પીવે છે; અનુભવે છે; તે જ અહંત છે, તે જ જગતને નાથ છે, તે જ પ્રભુ છે, તે જ ઈશ્વર છે.
केवलज्ञानहक्सौख्यखभावं तत्परं महः । तत्र ज्ञाने न किं ज्ञातं दृष्टे दृष्टं श्रुते श्रुतम् ॥ २० ॥
તે ઉત્કૃષ્ટ આત્મા, તે કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને સહજ આનદ સ્વભાવવત છે. જેણે તે આત્માને જાણ્યા તેણે શું ના જાણ્યું? જેણે તે આત્માને જે તેણે શું ના જોયું? જેણે તે આત્માને શ્રવણ કર્યો તેણે શુ ના શ્રવણ કર્યું ? અર્થાત સર્વ જાણ્યું, દેખ્યું અને શ્રવણ કર્યું છે.
अक्षयस्याक्षयानन्दमहाफलभरश्रियः । तदेवैकं परं बीजं निःश्रेयसलसत्तरोः ॥ ५० ॥
આ જ્ઞાનાનંદમય આત્મા જ અવિનાશી અને અનંત સહજ સુખરૂપી મહાફળને આપનાર મેક્ષરૂપી વૃક્ષનું બીજ છે. शुद्धं यदेव चैतन्यं तदेवाहं न संशयः । कल्पनयानयाप्येतद्धीनमानन्दमन्दिरम् ।। ५२ ॥ .