________________
૧૪૮
જે ગી વ્યવહારના પ્રપથી દૂર રહી આત્મભાવનામાં લીન થાય છે તેને ગાભ્યાસ દ્વારા કેઈ અપૂર્વ પરમાનંદમય સહજસુખા પ્રાપ્ત હોય છે.
(૧૨) શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છે – प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम् । वोधात्मानं प्रपन्नोऽस्मि परमानंदनिर्वृतम् ॥ ३२ ॥
જ્યારે હું ઈદ્રિયના વિષયથી અલગ થઈ, પોતાની દ્વારા પોતાને પિતાનામા સ્થાપિત કરું છું ત્યારે પરમાનંદમય સહજસુખથી પૂર્ણ જ્ઞાનમય ભાવને પ્રાપ્ત કરું છુ.
सुखमारब्धयोगस्य बहिर्दुःखमथात्मनि । बहिरेवासुखं सौख्यमध्याम भावितात्मनः ।। ५२ ॥
જે ધ્યાનને પ્રારંભ કરે છે તેને આત્મામાં કષ્ટ અને બહાર સુખ જણાય છે. પરંતુ જેની આત્મભાવના દ્રઢ થઈ ગઈ છે તેને બહાર દુઃખ અને આત્મામા સહજસુખ અનુભવમાં આવે છે. “પરિણમમા તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકુટ વિષની પેઠે મુઝવે છે એવા શ્રી સયમને નમસ્કાર.”
(૧૩) શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસનમાં ઉપદેશે છે – स धर्मा यत्र नाधर्मस्तत्सुखं यत्र नासुखं । तज्ज्ञानं यत्र नाज्ञानं सा गतिर्यत्र नागतिः ॥ ४६ ॥
તે જ ધર્મ છે, જ્યાં અધર્મ નથી. તે જ સુખ છે, જ્યાં દુઃખ નથી. તે જ જ્ઞાન છે જ્યાં અજ્ઞાન નથી. તે જ ગતિ છે, જ્યાંથી બીજી ગતિ થતી નથી.
आराध्यो भगवान जगत्त्रयगुरुर्वृत्तिः सतां सम्मता ।। केशस्तच्चरणस्मृतिः क्षतिरपि प्रप्रक्षयः कर्मणाम् ।। साध्यं सिद्धिसुखं क्रियान् परिमितः काछो मनःसाधनम् । सम्यक् चेतसि चिन्तयन्तु विधुरं किं वा समाधौ बुधाः ॥११२।।