________________
૧૫૦
હે આત્મન તું આત્મજ્ઞાનને લેપ કરનાર વિષયકષાયાદિમાં પ્રવૃત્તિ થઈ ચિરકાળથી દુરાચારી રહ્યો છે. હવે જો તું આત્માનું સંપૂર્ણ કલ્યાણ કરનાર જ્ઞાનવૈરાગ્યાદિઠ તારા પિતાના જ ભાવોને ગ્રહણ કરે તે તુ શ્રેષ્ઠ પરમાત્માની દશાને પ્રાપ્ત થાય અને કૈવલ્યજ્ઞાની થાય તથા પિતાના આત્માથી જ ઉત્પન સ્વાધીન આત્મિક સહજસુખથી પ્રકાશમાન થાય અને પિતાના શુદ્ધાત્મિક ભાવે સહિત પોતાના અધ્યાત્મસ્વરૂપમાં સ્થિર થાય.
स्वाधीन्यादुःखमप्यासीत्सुखं यदि तपस्विनाम् । स्वाधीनसुखसम्पन्ना न सिद्धाः सुखिनः कथम् ।।२६५।
જે તપસ્વી સ્વાધીન છે તે કાયાકલેશ તપનું દુઃખ બહારથી ભોગવત દેખાય છે પરંતુ અંતરગમાં સુખી છે. તે પરમ સ્વાધીન. સુખથી પૂર્ણ સિદ્ધ ભગવાન સદા સુખી કેમ ન હોય! સિહ સહજ સુખમાં સદા મગ્ન રહે છે.
(૧૪) અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થસિહયુપાયમાં કહે છે – कृतकृत्यः परमपदे परमात्मा सकलविपयविषयात्मा । परमानन्दनिमग्नो ज्ञानमयो नंदति सदैव ॥ २२४ ॥
પરમપદમા સ્થિત, સર્વ પદાર્થોને જાણનાર, કૃતકૃત્ય, જ્ઞાનમય પરમાત્મા સદા પિતાના પરમાનંદમાં મગ્ન રહે છે.
(૧૫) શ્રી અમૃતચ દ્રાચાર્ય તત્વાર્થસારમાં જણાવે છે – संसारविपयातीतं सिद्धानामव्ययं सुखम् । अव्यावाधमिति प्रोक्तं परमं परमर्पिमिः ॥ ४५-८ ॥
સિહભગવાનને સંસારના વિષયથી અતીત, બાધારહિત અવિનાશી ઉત્કૃષ્ટ સહજસુખ હોય છે એમ પરમ ઋષિઓએ કહ્યું છે.
पुण्यकर्मविपाकाश्च सुखमिष्टेन्द्रियार्थजम् कर्मक्लशविमोहाच मोक्षे सुखमनुत्तमम् ॥ ४९-८ ।।