________________
કે ૧૪૧
સુખમાં લુબ્ધ છે તે સાચા સુખને સ્વાદ ન પમતાં કષાયને જન્મ
સ્વાદ પામ મગ્ન થાય છે. તે ઈયિસુખને જ સુખ માની તેની વાબની વેદનામાં જ બળે છે, તેને વારંવાર ભોગવે છે; સહજસુખના.
સ્વાદને ન પામતાં કષાય અને રાગદ્વેષભાવના સ્વાદને પામે છે. પરંતુ "બ્રમથી માને છે કે મેં સુખ ભોગવ્યું. આ અનાદિકાળનું મહા
અજ્ઞાન છે. - વિવેકી સજજન સંત પુરુષ સાચા સુખના કામી થઈ, જેમા કાકફળ નાંખી રવચ્છ પાણી પીવાવાળાએ માટીને જુદી પાડી સ્વચ્છ પાણી પીધું તેમ, ભેદવિજ્ઞાન ઉત્પન્ન કરનાર શુદ્ધ નિશ્ચય નયની દષ્ટિઠારા રાગના સ્વાદને અલગ કરી નિર્મળ આત્માના સ્વાદને અનુભવતાં સહજસુખને પામી પરમ તૃપ્ત થાય છે. ઇંદ્રિયસુખને ભોગ તે મલીન કષાયના મેલને ભોગ છે. સહજ અતીન્દ્રિય સુખનો ભોગ તે સ્વચ્છ નિર્મળ આત્માના સુખગુણને ભોગ છે. આ સહજ સુખના ભોગવટામાં વીતરાગતા છે તેનાથી કર્મને બંધ થતા નથી પરંતુષ્કર્મની નિર્જરા થાય છે.
ઇકિયસુખ પરાધીન છે પણું સહજસુખ સ્વાધીન છે. તે સહજ સુખનાં અનુર્ભવમાં નથી ઈકિયેની જરૂર કે નથી બાહ્ય પદાર્થોની જરૂર. ઇકિય સુખ જેના આશ્રયે મળે છે તે પદાર્થો બગડી જતાં તે બાધાવાળું કે વિદ્ધવાળું થઈ જાય છે જ્યારે સહજસુખ સ્વાધીન કે સ્વાવલંબી હેવાથી બાધા રહિત છે. ઇકિયસુખને સદતર નાશ. હોય છે. પિતાને દેહ છૂટવાથી કે આશ્રયીભૂત (જેના આધારે ઈદ્રિયસુખ અનુભવાય છે) વિષય પદાર્થોને વિયોગ થવાથી તે રહેતું. નથી. પરંતુ આ સહજસુખ અવિનાશી, આત્માને સ્વભાવ હોવાથી હમેશ રહે છે, નાશ પામતું નથી. ઇન્દ્રિયસુખ રાગભાવ વિના ભેગવીશકતું નથી તેથી કર્મબંધનું કારણ છે; તે સહજસુખ વીતરાગતાથી પ્રાપ્ત થાય છે તેથી ત્યાં બંધ નથી પરંતુ પૂર્વબંધનને નાશ થાય છે