________________
૧૪૨
ઈયિસુખ આકુળતાવાળું છે, વિષમ છે, સમતારૂપ નથી, જ્યારે અતી દ્રિય સુખ નિરાકુળ છે તથા સમતા સ્વરૂપ છે. ઇકિયસુખ વિષ છે, સહજ સુખ અમૃત છે. ઈદિયસુખ અધિકાર છે તો સહજ સુખ પ્રકાશ છે.
ઈકિય સુખ રોગ છે, સહજસુખ નીરોગ છે; ઈથિસુખ કૃષ્ણ છે, સહજ સુખ ત છે. ઈદિય સુખ કડવું છે, સહજસુખ મિષ્ટ છે. ઈદ્રિય સુખ આકુળતારૂપ, તાપમય છે, સહજસુખ શીતળ છે. ઇંદ્રિય સુખ બેડી છે, સહજ સુખ અલંકાર છે. ઈદિય સુખ મૃત્યુ છે, સહજ સુખ જીવન છે; ઇકિય સુખ ઉપરથી સુંદર ઇન્દ્રવરણું ઝેરી ફળ છે, સહજ સુખમિષ્ટ આયુવર્ધક પુષ્ટિકારક ફળ છે. ઈદિવ્ય સુખ વાસરહિત પુષ્પ છે, સહજ સુખ પરમ સુગંધિત પુષ્પ છે, ઇકિય સુખ ભયંકર જંગલ છે, સહજ સુખ માહર બગીચો છે; ઈષ્યિ સુખ ખારું પાણી છે, સહજસુખ મીઠું પાણી છે; ઈદ્રિય સુખ ગધેડાના સ્વર જેવું છે, સહજસુખ કેયલના સ્વર જેવું છે. ઈદ્રિય સુખ કાગડો છે, સહજ સુખ હંસ છે, ઈન્દ્રિય મુખ કાચને કટકે છે, સહજ સુખ અમૂલ્ય રત્ન છે. ઇન્દ્રિય સુખ પવનની આંધી (વટાળિયો) છે, સહજ સુખ મંદ સુગંધ પવન છે.
ઈકિય સુખ રાત્રિ છે, સહજસુખ પ્રભાત છે; દિય સુખ દરેક પ્રકારે ત્યાગવા લાગ્યા છે, તે સહજુખ દરેક પ્રકારે ગ્રહણ કરવા યોગ્ય છે; એક સંસારને ભયંકર માર્ગ છે તો બીજું સહજ સુખ મુક્તિનો સુંદર સરલ રાજમાર્ગ છે, પ્રત્યેક આત્મજ્ઞાની ભલે નારકી હેય, પશુ હોય કે દેવ હેય, દરિદ્રી મનુષ્ય હેય કે ધનવાન મનુષ્ય હેય, કુરૂપ હોય કે સુરૂપ હય, બળવાન હોય કે નિર્બળ હેય, બહુ શાસ્ત્રને જાણનાર હોય કે અભણ હોય, વનમાં હોય કે -મહેલમાં હેય, રાત હોય કે દિવસ હોય, સવાર હોય કે સાંજ હોય, પ્રત્યેક સ્થાને, પ્રત્યેક સમયે, પ્રત્યેક અવસ્થામાં તે સહજસુખ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ ઇન્દ્રિયસુખની સામગ્રી દરેકને મળવી દુર્લભ