________________
સમયે રોગ જેવા ભાસે છે. જયારે કઈ સંકટ આવી પડે છે ત્યારે તે સ્ત્રી, પુત્રાદિકને સગપણ પેટ લાગે છે. શેકના સમયે ઇષ્ટ ભેગ પણ ગમતા નથી, ' आरंभे तापकान्प्राप्तावतृप्तिप्रतिपादकान् ।। ' अंते सुदुस्त्यजान् कामान् कामं क सेवते सुधीः ॥१७॥
આ ઇન્દ્રિયેના ભોગ પ્રારંભમાં બહુ સંતાપ કરાવનારા છે. તેને પ્રાપ્ત કરવા માટે બહુ કષ્ટ વેઠવું પડે છે. જ્યારે એ ભેગે પ્રાપ્ત થાય છે ત્યારે ભોગગ્યાં છતાં પણ તૃપ્તિ થતી નથી. તૃષ્ણા વધી જાય છે. તે ભેગેનો વિયોગ થતા બહુ ભારે દુઃખ થાય છે. એવા ભોગોનું કયે બુદ્ધિમાન આસક્ત થઈ સેવન કરશે? કેઈ નહીં. સમ્યગદષ્ટિ ગૃહસ્થોએ ભેગેને ત્યાગવા યોગ્ય સમજ સતોષથી ન્યાય પૂર્વક જોગવતાં છતાં ઉદાસીન રહે છે
उच्छिष्टेष्विव तेप्वद्य मम विज्ञस्य का स्पृहा ॥३०॥
જ્ઞાની વિચારે છે કે મેં આ જગતમાં સર્વ પુગલે વારંવાર મેહને વશ થઈને ભગવ્યા છે. અને મૂક્યાં છે. હવે મારે સમજુને તેમાં સ્પૃહા–મમતા શી? આ જુઠ એઠ જેવા ભેગોની હું હવે સમજ્યા પછી કેમ ઈચ્છા કરું? .
-(૧૧) શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છે – मत्तश्च्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहं । તાન્ઝામિતિ માં પુરા વે ત તત્વતઃ IIક્ષા •
જ્ઞાની વિચારે છે કે હું આત્માને ભૂલી પાંચે ઈન્દ્રિયો દ્વારા -વિષયોમાં વાર વાર પતિત થયો છું. તેમાં લિપ્ત થવાથી નિશ્ચયથી મેં મારું આત્મસ્વરૂપ અનાદિકાળથી જાણ્યું નહિ. હવે આ ઈન્દ્રિયોને મેહ ત્યાગવા યોગ્ય છે