________________
૧૧૮
પાપરૂપી વૃક્ષોથી પૂર્ણ અને દુખેથી અતિ ભયાનક એવા આ સંસારરૂપી વનમાં કષાય અને ઇન્દ્રિના વિષય ભાગથી તું તારા અજ્ઞાનને લઈને અનેક વાર પીડિત થયા છે. હવે સત્ય જ્ઞાનને પામી તુ તેને જડમૂળથી સદંતર નાશ કર. વિદ્વાન લેકે સમય પ્રાપ્ત થતા શત્રુઓને માર્યા વગર છોડતા નથી.
मीतं मुंचति नांतको गतघृणो भैपीवृथा मा ततः । सौख्यं जातु न लभ्यतेऽमिलषितं त्वं मामिलाषीरिदं ।। प्रत्यागच्छति शोचितं न विगतं शोकं वृथा मा कृथाः । प्रेक्षापूर्वविधायिनो विदधते कृत्यं निरर्थ कथम् ।।७३||
મરણથી ભય પામવા છતાં મરણ છેડતું નથી, તેથી તેની ધૃણા (અણગમ) છેડી દે અને ભય ના રાખ, ઇચ્છિત વિષય. ભેગોને તું કદાપિ પામી શકતો નથી માટે તેની ઈચ્છા ના કર, મરેલા શેક કરવાથી પાછા આવતા નથી માટે તું વ્યર્થ શોક ન કર. વિચારપૂર્વક કામ કરવાવાળા કઈ પણ કાર્ય વ્યર્થ કરતા નથી,
यो नि श्रेयसशर्मदानकुशलं संत्यज्य रत्नत्रयम् । भीमं दुर्गमवेदनोदयकरं भोगं मिथः सेवते ।। मन्ये प्राणविपर्ययादिजनक हालाहलं वल्भते । सद्यो जन्मजरांतकक्षयकरं पीयुषमत्यस्य सः ॥१०१॥
જે કઈ મૂઢ મોક્ષના સુખ આપનાર રત્નત્રય ધર્મને ત્યાગી ભયાનક અને તીવ્ર દુખનાં ફળ ઉત્પન્ન કરવાવાળા ભાગનું વારંવાર એકાંતમાં સેવન કરે છે, તે જન્મ, જરા અને મરણને નાશ કરનાર અમૃતને શીઘ્ર ફેકી દઈ પ્રાણેને હરનાર હલાહલ વિષનું પાન કરે છે, એમ હું માનું છું.
चक्री चक्रमपाकरोति तपसे यत्तन्न चित्रं सताम् । सूरीणां यदनश्वरीमनुपमा दत्ते तपः संपदम् ।।